
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા પંથક સહીત અનેક વિસ્તારમાં હાઈ વોલ્ટેજ ગરમીથી લોકો પરેશાન, મેઘરજમાં 46 ડિગ્રી તાપમાન

એક બાજુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે કે વાદળ છાયું વાતાવરણ રહેશે તો બીજી બાજુ ગરમી નું પ્રમાણ પણ વધશે ત્યારે છેલ્લા બે દિવસથી અરવલ્લી જિલ્લામાં વિવિધ વિસ્તારમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર રહ્યો છે જેમાં બપોરના સમયે તો 43 થી 44 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું તો આજે મોડાસા વિસ્તાર સહીત ગ્રામ્ય વિસ્તારમાં 45 ડિગ્રી જેટલું તાપમાન વધતા લોકો ગરમીથી શેકાયા હતા મેઘરજ શહેરમાં તો 46 ડિગ્રી જેટલું તાપમાન વધતા લોકો શેકાયા હતા તો બીજી બાજુ ગરમી થી બચવા માટે એસી સહીત પંખાનો સહારો લઇ ઠન્ડા પીણા નો આશરો લઇ કારજાર લૂ અને ગરમી થી હાશકારો મેળવતા જોવા મળ્યા હતા.મોડાસા શહેર માં રોજના હજારો લોકો ખરીદી અર્થ એ આવતા હોય છે જેની સામે હાલ કાળજાર ગરમીથી લોકો પરેશાન થઇ રહ્યાં રહ્યા છે લૂ થી બચવા અને શરીર ને ઠંડક મળે તે માટે શેરડી નો રસ,જ્યુસ,સહીત અનેક ઠંડા પીણાં નો આશરો લઇ ઠંડક મેળવી રહ્યા છે હજુ પણ ગરમીનું પ્રમાણ વધવાની શક્યા તા છે ત્યારે હાઈ વોલ્ટેજ ગરમી સામે રક્ષણ મેળવવા સાવચેતી રાખવી ખુબ જરૂરી છે









