GUJARATIDARSABARKANTHA

૩૫ પરગણા ઈડર ભાંભી સમાજ દ્વારા તા. ૨૧.૪.૨૦૨૪ નારોજ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે

૩૫ પરગણા ઈડર ભાંભી સમાજ દ્વારા તા. ૨૧.૪.૨૦૨૪ નારોજ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે

૩૫ પરગણા ઈડર ભાંભી સમાજ (ઈડર-વડાલી તાલુકો) દ્વારા આગામી ૨૧.૪.૨૦૨૪ નારોજ સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે જેમા ભાંભી સમાજ ૩૫ પરગણા સહિત આજુબાજુના પરગણાના વરઘોડીયા સહિત ૨૪ નવ દંપતી પ્રભુતામા પગલાં પાડશે જેઓને દાતાઓ દ્વારા ૪૪ જેટલી ઘર વપરાશની વસ્તુ સહિતની ભેટ સોગાદ તેમજ લગ્ન રજીસ્ટ્રેશન કરી સરકારશ્રીની કુંવર બાઈની મામેરા સહિતની યોજનાનો લાભ મળનાર છે સાથે સમૂહ લગ્ન સમિતિ દ્વારા પણ દરેક નવદંપતીને પલંગ અને તિજોરીની ભેટ આપવામા આવનાર છે તા. ૨૧.૪.૨૦૨૪ નારોજ યોજાનાર સમૂહ લગ્નોત્સવમા જેમના થકી ભગીરથ કાર્ય પરીપૂર્ણ થનાર છે સર્વ માતબર દાન આપનાર દાતાશ્રીઓનુ સન્માન પણ કરવામા આવનાર છે આ સમૂહ લગ્નોત્સવમા હજારોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડનાર છે જેમના માટે સાત્વિક ભોજન, મિનરલ વોટર, ૧૦૮ ઇમરજન્સી સર્વિસ, ફાયરબ્રિગેડ, ડોક્ટર્સ ટીમ ખડેપગે સેવાઓ આપનાર છે સાબરકાંઠાના ઈડર તાલુકાના ઉમેદપુરા ત્રણ રસ્તા ખાતે ૩૫ પરગણા ઈડર ભાંભી સમાજ સમૂહલગ્ન સમિતિ આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેવા ગામેગામ સમૂહલગ્ન સમિતિ દ્વારા આમંત્રણ પત્રિકા પાઠવવામા આવી છે તેમ અખબારી યાદી દ્વારા જણાવાયુ છે

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button