જાંબુઘોડાના રૂપારી મેદાન ખાતે ફાઈનલ મેચ યોજાઈ,જાંબુઘોડા પ્રીમિયર લિગ ટુર્નામેન્ટ માં 32 ટીમોએ ભાગ લીધો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૯.૫.૨૦૨૪
જાંબુઘોડા તાલુકામાં આવેલા રૂપારી મેદાન ખાતે જાંબુઘોડા પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાંબુઘોડા તાલુકામાંથી જુદી જુદી 32 જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ માં જીત કુમાર દેસાઈ સ્પોન્સર બન્યા હતા જ્યારે આ ટુર્નામેન્ટ ના આયોજકમાં રામપુરાના સંજયભાઈ બારીયા ઉર્ફે ગગો કેવા ગામના દિનેશભાઈ બારીયા તેમજ રામપુરા ના પ્રદીપભાઈ બારીયા અને અજયભાઈ બારીયાએ આ આખી ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું.જ્યારે આજરોજ જાંબુઘોડા પ્રિમિયરલિગ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ ઊઢવણ અને રામપુરા વચ્ચે રમાઈ હતી આ મેચ માં રામપુરા ટીમનો વિજય થયો હતો.આ પ્રસંગે કંજરી સ્ટેટ ના યુવરાજ મયૂરધ્વજસિંહ પરમાર,જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જ્યારે આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંગભાઈ બારિયા,મંડળ પ્રમુખ સુભાષભાઈ બારિયા,મહામંત્રી તખતસિંહભાઈ બારિયા, ભાવસિંગભાઈ બારિયા,પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિક્રમભાઈ બારિયા તથા મંડળના હોદ્દેદારઓ,સરપચો તથા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ ઉપસ્થિત રહ્યા હતા.









