આચાર્ય પસંદગી અંતર્ગત કાલોલના મંડળ ના વાંધા છતા પણ બરતરફ કર્મચારી નું નામ જાહેર થતા વિવાદ
તારીખ ૦૨/૦૮/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
હાલમા સરકાર દ્વારા રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ૧૮૭૮ જેટલા આચાર્યો ની ખાલી જગ્યા પર ભરતી પ્રક્રિયા માટે એચ.એમ.એ.ટી.૨૦૨૩ અન્વયે આચાર્ય પસંદગી ની જાહેરાત બહાર પાડેલ અને તે માટે કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કૂલ મુ કાલોલ ખાતે નાં બરતરફ કરાયેલા કર્મચારી તૃપ્તિબેન પ્રભાકર વોરા એ આચાર્ય પસંદગી સમિતી મા અરજી કરવા માટે મંડળ પાસે એનઓસી માંગ્યુ હતુ જેમા મંડળે આ કર્મચારી અને મંડળ વચ્ચે શિક્ષણ ટ્રિબ્યુનલ મા વિવાદ ચાલતો હોવાથી તેમજ બરતરફ કરાયેલા કર્મચારી હોઈ એનઓસી આપેલ નહોતુ વધુમાં આ અંગે ની જાણ જીલ્લા શિક્ષણાધિકારી અને નિયામક શાળા કચેરી ને તેમજ સંબધીત કર્મચારી ને પણ લેખીત મા કરેલ તેમ છતા પણ આ કર્મચારી નુ નામ ઉમેદવાર તરીકે બહાર આવતા કાલોલ કેળવણી પ્રચારક મંડળે ગાંઘીનગર ખાતે નિયામક તેમજ જીલ્લા શિક્ષણાધિકારી ગોધરા, જીલ્લા કલેકટર કચેરી અને ગુજરાત રાજ્ય તકેદારી આયોગ સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ને લેખીત રજુઆત કરી મંડળના એનઓસી વગર આ નામ કયા સંજોગોમાં આવ્યુ, કોના સહકાર થી આવ્યુ, કયા અધિકારીઓ સામેલ છે? આમા કોઈ મોટો ભ્રષ્ટાચાર થયો છે કે કેમ? તેમજ પારદર્શી ભરતી પ્રક્રિયા મા આવા એનઓસી વગરના બીજા કેટલા ઉમેદવારો ના નામ સામેલ છે? તેની તલસ્પર્શી તપાસ કરાવવા લેખીત રજુઆત કરતા ચકચાર મચી ગઈ છે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારી સાથે વાતચીત કરતા તેઓએ કબુલ કરેલ કે મંડળના એનઓસી વગર અહીંથી નામ ઉપર મોકલવામાં આવેજ નહી ત્યારે કયા કારણે આ કર્મચારી નુ નામ ઉમેદવાર તરીકે જાહેર થયુ તેની તપાસ અનિવાર્ય બની ગયેલ છે.









