વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ચીખલીમાં શ્રી સત્યસાઇ પરિવાર આયોજિત 21મો સર્વધર્મ સમૂહલગ્ન મહોત્સવ રવિવારે કાવેરી નદી તટે ક્ષત્રિય પંચની વાડીમાં યોજાયો હતો જેમાં 29 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. માનવ સેવા એજ માધવ સેવા સૂત્ર સાથે સંકળાયેલા શ્રી સત્યસાઈ પરિવાર અને શ્રી સાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સહકારથી શ્રી સત્યસાઈ સિતારમણ સેવા કેન્દ્ર તરફથી ભગવાન શ્રી સત્યસાઈ બાબાના 98માં વર્ષની ઉજવણીના ભાગરૂપે 21મો શ્રી સત્યસાઈ સર્વધર્મ સમૂહલગ્ન મહોત્સવ રવિવારે કાવેરી નદી તટે ક્ષત્રિય પંચની વાડીમાં યોજાયો હતો. જેમાં વિવિધ ધર્મના 29 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. નવસારીના સેવાભાવી હસમુખભાઇ અને હંસાબેન મિસ્ત્રી વિતેલા બે દાયકાથી સર્વધર્મ સમૂહલગ્ન મહોત્સવ યોજે છે. જેમાં વર્ષોવર્ષથી એક જ મંડપ નીચે આજ દિન સુધીમાં 900 જેટલા યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ લગ્ન મહોત્સવમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇશાઈ એમ તમામ ધર્મના લોકો શ્રી ત્યસાઈ સેવા યગ્નનો લાભ લેતા આવ્યા છે. તમામ 29 યુગલોને ટ્રસ્ટ તરફથી કબાટ, કાંદા ઘડિયાળથી લઈને અનેક ઘર વખરીની સામગ્રી ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રી સત્યસાઈ બાબાના નમ્ર સેવકો, યુગલોના સગા સ્નેહીઓ, અગ્રણીઓ સહભાગી બની નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે શ્રી સંતોષભાઈ વૈદ્ય, શ્રી જીતુભાઈ દેસાઇ, શ્રી ચંદુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ દેસાઈ, શ્રીમતી નેહાબેન દેસાઇ, શ્રી સાઇરાજ વૈધ, શ્રી કિશોરભાઇ જોષી (ઉનાઇ), નિતાબેન, રાજુભાઇ, પ્રવીણભાઈ પટેલ (સંગીતકાર), રંજનબેન, શૈલેષભાઈ તેમજ સત્યસાઈ પરિવાર, શ્રી સાઈ ચેરિટેબલ ટ્રસ્ટે આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
[wptube id="1252022"]





