
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સસરા અને પુત્રવધુના સંબંધો શર્મસાર થયા છે. કેશોદ તાલુકાના ટીટોડી ગામે સસરાએ પુત્રવધુ પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સસરરા-પુત્રવધુના સંબંધ પર લાંછન લાગ્યું છે.
કેશોદ તાલુકાના ટીટોડી ગામે સસરાએ એકલતાનો લાભ લઇ પોતાની જ પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યું હતું, આટલું જ નહીં પણ જો આ વાત કોઈને કહેશે તો હત્યા કરી નાખવાની પણ ધમકી આપી હતી.
જો કે પુત્રવધુએ હિંમત કરી પોલીસ ફરિયાદ કરતા પોલીસે પરસોત્તમ મેપા મકડિયા નામના તેના હવસખોર સસરાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]