ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ ગોઢા બીટના જીતપુર ગામમાં કુડાવાળા વાઘા 2 મૃત મોર મળી આવ્યા : મેઘરજ તથા રેન્જ સ્ટાફની હાજરીમાં પી.એમ. કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ગોઢા બીટના જીતપુર ગામમાં કુડાવાળા વાઘા 2 મૃત મોર મળી આવ્યા : મેઘરજ તથા રેન્જ સ્ટાફની હાજરીમાં પી.એમ. કરવામાં આવ્યું

તા.૧૮/૦૮/૨૦૨૩ ના રોજ જીતપુર ગામના જાગૃત નાગરિક ધ્વારા દુરવાણી યંત્ર ઉપર ગોઢા રાઉન્ડના ગોઢા બીટના જીતપુર ગામના કુડાવાળા વાંઘા તરીકે જાણીતા રેવન્યુ વિસ્તારમાં મોર મૃત્યુ પામેલ છે તેવા સમાચાર મળતાં રેન્જના ક્ષેત્રિય સ્ટાફ ઘ્વારા સ્થળ તપાસ કરતાં અર્ધ નિષ્ક્રીય હાલતમાં નંગ-૨ મોર પક્ષી મળી આવેલ જેમાં માદા નંગ-૧ અને નર નંગ-૧ એમ કુલ મોર પક્ષી નંગ-૨ જેઓને પશુ ચિકિત્સાલય મેઘરજ ખાતે લાવી સારવાર કરાવેલ. તા.૧૯/૦૮/ર૦ર૩ના રોજ અગાઉ સારવાર હેઠળના મોર નંગ-૨ મુત્યુ પામેલ જેનું તા. ૧૯/૦૮/૨૦૨૩ ના રોજ પશુ ચિકિત્સાલય મેધરજ ઘ્વારા ૫.વ.અ શ્રી મેઘરજ તથા રેન્જ સ્ટાફની હાજરીમાં પી.એમ. કરાવવામાં આવ્યું ત્યારબાદ પોસ્ટ મોર્ટન કરી વિધિસરની દફન વિધિ કરવામાં આવેલ છે. તા.૧૯/૦૮/૨૦૧૩ના રોજ ગોઢા રાઉન્ડ ગુના નં.૧૦/૨૦૨૩-૨૪ થી ગુન્હો નોંધી જે સબબ તપાસ અન્વયે પશુચિકિત્સકશ્રી મેધરજ ધ્વારા પી.એમ. કરેલ નમુનાઓને સીલબંધ કરી ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી અમદાવાદ ખાતે મોકલી આપેલ છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button