GUJARATNAVSARI

વર્લ્ડકપ ક્રિકેટ મેચમા ઇન્ડિયા હાર બાબતે ઝઘડો થતા ૧૮૧ અભયમ નવસારી દ્વારા અસરકારક કાઉન્સિલગ થી સમાધાન કરાવ્યું.

 

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી પ્રાપ્ત અહેવાલ મુજબ ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા ની વર્લ્ડકપ ક્રિકેટની ફાઇનલ મેચ હતી જે દરમિયાન ફેમિલી સાથે મેચ જોતા પરિવાર ની વહુએ જણાવ્યુ જે આજે ઇન્ડિયા હારી જશે તે બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. જે અંગે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન નવસારી માં કોલ કરવામાં આવતાં અભયમ કાઉન્સિલર સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સિલીંગ કરી ઝઘડામાં સમાધાન કરવામાં આવ્યુ હતુ.
વર્લ્ડકપ મેચ પહેલા ભારત ટોસ હારતા પરિવારની વહુએ કહયું હતું કે, આજે ઇન્ડિયા મેચમાં હારશે જેથી તેમના માસા અને સાથે બેઠેલા બીજા પરિવારના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતાં અને આવું કેમ કહ્યું તેમ જણાવી ઉગ્ર ઝઘડો કરવા લાગતા મહિલાએ બચાવ માટે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કર્યો હતો.
અભયમ નવસારી ટીમે પરિવારને સાથે રાખી સમજાવેલ કે આ એક ગેમ છે જેમાં એક ટીમની હાર નિશ્ચિત હોય છે જેમાં ખેલદિલી રાખી ક્રિકેટ ની મઝા માણવી જોઈએ. યુવતીને પણ પરિવાર સાથે સુમેળ રાખવા જણાવ્યું હતું. આમ ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા અસરકારતાથી સમજાવતા પારિવારિક ઝઘડામાં સમાધાન કરાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button