GUJARATSURENDRANAGARTHANGADH

થાનગઢ નવાવાસમા રહેણાંક મકાનમાં જુગાર રમતા 12 શકુનિઓ ઝડપાયા હતા.

રોકડા રૂ.20,430 તથા મોબાઇલ 6 રૂ.30,500 સહીત બાઇક મળી રૂ.1,00,930નો મુદામાલ જપ્ત કર્યો.

તા.04/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂ.20,430 તથા મોબાઇલ 6 રૂ.30,500 સહીત બાઇક મળી રૂ.1,00,930નો મુદામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેણાંક મકાનમાં તિનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી આથી પોલીસે દરોડો કરી કુલ બાર શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા થાનગઢમાં વધતી જુગારની બદીને નાબુદ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સુચના આપી હતી આથી થાન પોલીસે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ જેમાં થાનના સંજયભાઇ ગોવિંદભાઇ પરમાર રહેણાંક મકાનમાં પૈસાથી હારજીતનો જુગાર રમાડે છે આથી ટીમ બનાવી દરોડો કરતા જુગારીઓમાં નાશભાગ મચી હતી પરંતુ તૈયારી સાથે આવેલી પોલીસ ટીમે થાન નવાવાસના સંજયભાઇ ગોવિંદભાઇ પરમાર, થાન આંબેડકરનગર 3 ના પ્રવિણભાઇ નાગરભાઇ મકવાણા થાનના અજીતભાઇ કરશનભાઇ ગોહિલથાન આંબેડકરનગર 3 નવોવાસના દલપતભાઇ પ્રેમજીભાઇ સોલંકી, થાન મારૂતી નંદન સોસાયટીના ચંદુભાઇ મગનભાઇ ચૌહાણ, થાન આંબેડકરનગર 2ના બાબુભાઇ ગેલાભાઇ પરમાર, થાન આંબેડકનગર 2ના નરેશભાઇ આલાભાઇ વાળા, થાનના બાબુભાઇ ગેલાભાઇ મકવાણા થાનના છનાભાઇ પાલાભાઇ રાઠોડ, થાન આણંદપુર રોડના પ્રવિણભાઇ સવસીભાઇ મકવાણા, થાન આંબેડકરનગર 2ના કિશોરભાઇ દાદુભાઇ પરમાર, થાન આંબેડકરનગર 4ના અરવિંદભાઇ દિનેશભાઇ ખીમસુરીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી રોકડા રૂ.20,430, મોબાઇલ -6 રૂ.30,500, બાઇક મળી રૂ.1,00,930નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આંબેડકરનગરના શખસો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button