

જંબુસર તાલુકાના પીલુદરા ગામે આવેલ વાણીયા તલાવડી વિસ્તારમાં આવેલ પુનમભાઈ પ્રતાપભાઈ રાઠોડ ના રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે ગામના કેટલાક જુગારીઓ પત્તા પાનાનો જુગાર રમી રમાડતાં હોય જેથી વેડચ પોલીસે ઘટના સ્થળે છાપો મારતાં ૧૨ જુગારીઓ મુદ્દામાલ સાથે વેડચ પોલીસનાં હાથે ઝડપાઈ ગયા હતા. જેમાં ( ૧ ) સુરેશભાઈ ધુળાભાઈ પરમાર ( ૨ ) વિવેકભાઈ રામસંગભાઇ સોલંકી ( ૩ ) અર્જુનભાઈ વાસુભાઈ પઢિયાર ( ૪ ) મેહુલ કુમાર મહેન્દ્રભાઈ પરમાર ( ૫ ) અનિલ ઉર્ફે પકો ઠાકોરભાઈ પઢિયાર ( ૬ ) પુનમભાઈ પ્રતાપભાઈ રાઠોડ ( ૭ ) કિશનસિંહ બળવંતસિંહ રાઠોડ ( ૮ ) યોગેશભાઈ ગણપતભાઈ રાઠોડ ( ૯ ) પુનમભાઈ ઉર્ફે રણજીત જેસંગભાઈ પરમાર (૧૦ ) જયેશભાઈ ગણેશભાઈ સોલંકી ( ૧૧ ) ચેતનભાઇ નારસંગભાઈ પઢિયાર ( ૧૨ ) જયપાલસિંહ ઉર્ફે ગલો ફતેસંગ પરમાર વિગેરે ઝડપાઈ ગયા હતા તેમની પાસેથી અંગ ઝડતીનાં રોકડા રૂપિયા ૧૭૯૪૦ તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૧૦૨૦૦ મળી કુલ રૂપિયા ૨૮૧૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. વેડચ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





