ARAVALLIBHILODAGUJARAT

શામળાજી નજીક લકઝરી બસમાંથી 6.8 કિગ્રા ગાંજાના જથ્થા સાથે 1 આરોપીને દબોચ્યો, મુંબઈ લઇ જવાતો હતો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શામળાજી નજીક લકઝરી બસમાંથી 6.8 કિગ્રા ગાંજાના જથ્થા સાથે 1 આરોપીને દબોચ્યો, મુંબઈ લઇ જવાતો હતો

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ જીલ્લાના માર્ગ પરથી થતા નશાની હેરાફેરી પર સકંજો કશ્યો છે જીલ્લા એસઓજી પોલીસે શામળાજી નજીક લકઝરી બસમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરી એક આરોપી પાસેથી 6.824 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ગાંજાનો જથ્થો સલુમ્બરના હિતેશ સેવક નામના શખ્સે આપ્યો હતો અને મુંબઈના રમેશ નામના પેડલર ને આપવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

અરવલ્લી એસઓજી પીએસઆઇઓ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાન તરફથી રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં પ્રવેશનાર લકઝરી બસમાં એક યુવક બેગમાં ગાંજો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બાતમી આધારિત લકઝરીમાં રહેલા યુવકની પાસે રહેલી બેગમાં તલાસી લેતા બેગમાંથી 68 હજારથી વધુનો 6.824 કિલોગ્રામ ગાંજો મળી આવતા ગાંજાની હેરાફેરી કરતા કપિલ કનૈયાલાલ જોશી (રહે,ભીમપુર-રાજ) ને દબોચી લઇ ગાંજો,મોબાઈલ અને રોકડ રકમ મળી રૂ.73700/- નો મુદ્દામાલ કબ્જે કરી ગાંજો આપનાર હિતેશ સેવક (રહે,બરોડા.સલુમ્બર,રાજ) અને ગાંજો મંગાવનાર મુંબઈના રમેશ નામના શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button