GUJARATIDARSABARKANTHA

હિંમતનગર નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અન્વયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ

હિંમતનગર નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અન્વયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ

****

આ ઝુંબેશ અંતર્ગત ૧૪૨ ટન કચરો અને રૂ. ૧૪,૪૦૦ દંડ વસુલ કરાયો

****

 

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અન્વયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ યોજવામાં આવી રહી છે.

 

આ અભિયાન દરમિયાન કચરા પોઇન્ટ ઉપાડવાની કામગીરી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. નગરપાલિકા વિસ્તારના તમામ જાહેર રસ્તાઓ, ઓવરબ્રિજ, અંડર બ્રિજ, રિવરફ્રન્ટ , કેનાલ વિસ્તાર, મેડિકલ કોલેજ, મંદિરો, બગીચા વિસ્તાર, સોસાયટીઓ વગેરે સઘન સફાઇ કરવામાં આવી રહી છે.

હિંમતનગરમાં અત્યાર સુધીમાં આ સફાઇ ઝુંબેશ થકી ૧૪૨ ટન કચરો એકત્ર કરી નિકાલ કરાયો છે. તેમજ સફાઇ કરેલા વિસ્તારમાં ગંદકી કરતા ૫૦ જેટલા લોકોને ચલણ આપી ૧૪,૪૦૦નો દંડ એકત્ર કરાયો છે.

આ સફાઈ અભિયાનમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે ખાસ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી નાગરીકો અને અધિકારી કર્મીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે. ચીફ ઓફિસરશ્રી અલ્પેશભાઇ પટેલ તેમજ સ્થાનિકો આ ઝુંબેશ માં જોડાયા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

 

[wptube id="1252022"]
Back to top button