
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્રભાઇ પટેલ
હવે ફોર્ચ્યુનરમાં દારૂની હેરાફેરી : ટીંટોઈ પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બામણવાડ નજીક બિનવારસી ફોર્ચ્યુનરમાંથી 1.29 લાખનો દારૂ ઝડપ્યો

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા શખ્ત કાર્યવાહી હાથધરી છે જીલ્લા પોલીસતંત્રએ નવરાત્રી તહેવારના પગલે રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકીંગ હાથધર્યું હોવા છતાં બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ટીંટોઈ પોલીસે ગડાદર હાઇવે પર વોચ ગોઠવતા વિદેશી દારૂ ભરી પસાર થતી ફોર્ચ્યુનર નો ફિલ્મીઢબે પીછો કરી વિદેશી દારૂની 344 બોટલ જપ્ત કરી હતી બુટલેગર ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા કવાયત હાથધરી હતી
ટીટોઈ પીએસઆઈ કોમલ રાઠોડ અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર ગડાદર પાટિયા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા હરિયાણા પાસિંગની ફોર્ચ્યુનર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરીની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે ફોર્ચ્યુનર બામણવાડ ગામ તરફ હંકારી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગર બામણવાડ ગામ નજીક કાચા રસ્તા પર ગાડી લોક કરી ઝાડીઓમાં ફરાર થઇ જતા પોલીસે બિનવારસી ફોર્ચ્યુનર માંથી વિદેશી દારૂની 344 બોટલ કીં.રૂ.1.29 લાખ સહીત કુલ રૂપિયા 11.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
સરહદ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં રાજસ્થાન ઠેકા પરથી ફોર્ચ્યુનર ગાડીમાં વિદેશી દારૂ ભરી બુટલેગરો પસાર થવાના હોવાની બાતમી મળતા તાબડતોડ ધરોલા ગામ નજીક નાકાબંધી કરી બાતમી આધારિત ફોર્ચ્યુનર કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-420/- કીં.રૂ.210000/- નો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ,મોબાઇલ અને ફોર્ચ્યુનર ગાડી મળી રૂ.12.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક મુકેશ મનોહર બલારા (રહે,મોલાસર,નાગોર -રાજસ્થાન) અને પ્રભુરામ બિરમારામ પોડ (રહે,આકોદા,નાગર-રાજસ્થાન) ને દબોચી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી









