રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા આયોજિત ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો.

૧૬-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા આજ રોજ તારીખ 15-07-2023 ના શનિવારના રોજ અંજાર નગરપાલિકા શાળા નંબર 3 ખાતે ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત ઓમકારના નાદ અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો ભાગવત આચાર્ય શ્રી દિનેશભાઈ રાવલ, જિલ્લા મહામંત્રીશ્રી રમેશભાઈ ગાગલ, તાલુકા અધ્યક્ષશ્રી મયુરભાઈ પટેલ, નગર અધ્યક્ષશ્રી રઘુભાઈ વસોયા,તાલુકા મહામંત્રીશ્રી બળવંતભાઈ, RSS ના તાલુકા અને નગરના વિસ્તારક શ્રી ભૌતિકભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરાવવામાં આવી.અંજાર નગર અધ્યક્ષશ્રી રઘુભાઈ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા, આમંત્રિત મહેમાનો, તાલુકા અને નગર સંગઠનના વિવિધ હોદ્દેદારો અને ઉપસ્થિત સર્વે ગુરુજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો અને જિલ્લા કારોબારીમાં નવનિયુક્ત હોદ્દેદારોનું સાલ અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું.

જિલ્લા સંગઠન મંત્રીશ્રી જખરાભાઈ કેરાસીયા અને જિલ્લા મહામંત્રીશ્રી રમેશભાઈ ગાગલ દ્વારા સંગઠનનો પ્રાસંગિક પરિચય, સંગઠન દ્વારા કરવામાં આવતી રચનાત્મક પ્રવૃત્તિઓ, ભારતીય મુલ્યો અને તેના સંવર્ધન માટે સંગઠન દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યક્રમો અને શિક્ષકોના હિત માટે કરવામાં આવેલ કાર્યોની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી. ત્યારબાદ અંજાર તાલુકા મહામંત્રીશ્રી બળવંતભાઈ ત્રીકમભાઈ છાંગા કે જેઓ નિંગાળ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા અને તાલુકા મહામંત્રીશ્રી તરીકેનું દાયિત્વ નિભાવતા હતા. તેમની બદલી માધાપર ભુજ તાલુકા મધ્યે થતા સંગઠન દ્વારા તેમને સાલ અને શુભેચ્છા પત્ર અર્પણ કરીને વિદાય આપવામાં આવી. ગુરુ વંદના કાર્યક્રમના મુખ્ય વક્તા અને પ્રસિદ્ધ ભાગવત આચાર્ય શ્રી દિનેશભાઈ રાવલ દ્વારા ભારતીય ગુરુકુળ પરંપરા, ગુરુ શિષ્યનું મહત્વ, ગુરુનું સમાજમાં સ્થાન અને વૈદિક કાળથી આજ સુધીની ગુરુ પરંપરાનું મહત્વ અને આદર્શ ગુરુની ભૂમિકા પોતાની આગવી શૈલીથી સમજાવીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ગુરુ સૂર્ય સમાન સ્વયં પ્રકાશિત હોય છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે ના કથન દ્વારા ગુરુનું ઉચ્ચ સ્થાન ખૂબ જ સુંદર અને સહજ રીતે સમજાવવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા અને નગરના વિસ્તારક ભૌતિકભાઈ દ્વારા ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને ખોટા વિમર્શ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા તે અંગે ટૂંકું અને સ્પષ્ટ બૌદ્ધિક આપવામાં આવ્યું. કાર્યક્રમના અંતે જિલ્લા સહમંત્રીશ્રી કાંતિભાઈ રોઝ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી અને રણછોડભાઈ દ્વારા કલ્યાણ મંત્ર બોલાવવામાં આવ્યો અને સૌ અલ્પાહાર કરીને છૂટા પડ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી કો-ઓર્ડીનેટર પીયુષભાઈ ડાંગર અને જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યુ હતું .








