GIR SOMNATHGUJARATSUTRAPADA

સુત્રાપાડામાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ ગાંધી નાં ગુજરાતમાં દારૂની રેલમ છેલ

વત્સલયમ સમચાર

સુત્રાપાડા ગીર સોમનાથ

દાનસીંહ વાજા

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે અને રાજ્ય સરકાર દ્વારા પણ આ કાયદા નો કડક અમલ થતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે સુત્રાપાડામાં ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂ નો વિડીયો સામે આવ્યો છે. ત્યારે સુત્રાપાડા પોલીસ અને ગુજરાત ના દારૂબંધી કાયદા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે.

જાણવા મળેલી વિગતો મુજબ આ વિડીયો સુત્રાપાડા ના દરિયા કિનારા નો હોવાનું માનવામાં આવી રહ્યું છે સુત્રાપાડા બીચ ઉપર લોકો બાળકો અને પરિવાર સાથે સાંજના સમયે ફરવા જાય તેના માટે થઈ અને ચોપાટીનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ચોપાટી ઉપર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ સાથે લોકો ફરવા આવે છે ત્યારે આ વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનો વિડીયો આવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે અને પોલીસ તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે સુત્રાપાડા દરિયાઈ વિસ્તાર સહિત સુત્રાપાડા શહેરના પણ ઘણા વિસ્તારોમાં દેશી દારૂનું ધોમ વેચાણ થઈ રહ્યું છે તેમાં સુત્રાપાડા બરડી વિસ્તાર સુત્રાપાડામાં આવેલ ફેક્ટરી ની સામે નો વિસ્તાર દારૂના વેચાણ માટે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે આવી ચર્ચા સૂત્રોમાં થઈ રહી છે. જ્યારે સૂત્રાપાડા નો દરિયાઈ વિસ્તાર છે તે સામાન્ય પ્રજા માટે ફરવાનું સ્થળ હોય પણ સાંજના સમયે અહીંયા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે અને દારૂ લેવા માટે લોકોનું જમાવડો થતો હોય છે ત્યારે સામાન્ય પ્રજામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોતાના બાળકો અને મહિલાઓને લઈને ફરવા આવતા લોકો હવે સામાન્ય માહોલ કરતા ડરના માહોલમાં આવી રહ્યા છે. તાલુકા નું મુખ્ય સુત્રાપાડા શહેર લોકો માટે ખરીદીનું કેન્દ્ર પણ છે. પણ આવા સમાચાર બહારથી આવતા લોકોને પણ ભયભીત કરે છે. જાણવા મળતી વિગત મુજબ સુત્રાપાડા તાલુકાનું ગોરખ મઢી ગામ દારૂનું હબ ગણવામાં આવે છે. અને ત્યાંથી સુત્રાપાડા ના આજુબાજુના વિસ્તાર જેવા કે પ્રશ્નાવડા,વડોદરા ઝાલા.લોઢવા મોરાસા, જેવા ઘણા ગામોમાં દારૂની સપ્લાય કરવામાં આવે છે. સુત્રાપાડા તાલુકાના ઘણા ગામોમાં સફેદ દેખાતું નશાકારક પીણું તાડી નું પણ ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

જ્યારે ગુજરાતમાં દારૂ અને નશાકારક પીણાં ઉપર બંધ હોય તેમ છતાં પણ જાહેરમાં દેશી દારૂ અને નશાકારક તાડી જેવા પદાર્થો મળે એટલે સરકાર અને પોલીસ તંત્ર પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે હવે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે શું પોલીસ તંત્ર દ્વારા આવા બિન કાયદેસર દારૂનું વેચાણ બંધ કરવામાં આવશે કે પછી પ્રજા આના ભયમાં જ જીવશે.

આવા નશાકારક પીણા નું ખુલ્લેઆમ વેચાણ કરતા બુટલેગરો માં કોઈપણ જાતનો ભય નથી એનો મતલબ એવો થાય છે આમના ઉપર પોલીસ તંત્રના ચાર હાથ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે દર વર્ષે સુત્રાપાડા વિસ્તારમાંથી અંગ્રેજી દારૂના કરોડો રૂપિયાના કમસાઈનમેન્ટ પકડાય છે તેમ છતાં પણ તંત્ર ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે અને સામાન્ય પ્રજા ભયના માહોલમાં થઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button