Kheda : સાબર સ્પોર્ટ સ્ટેડિયમ ની દિકરીઓએ ખેલો ઇન્ડિયામાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોંઝ જીતી જિલ્લાને ગૌરવ અપાવ્યું



સાબર સ્પોર્ટ સ્ટેડિયમ ની દિકરીઓએ ખેલો ઇન્ડિયામાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોંઝ જીતી જિલ્લાને ગૌરવ અપાવ્યું
**********
ખેડા નડિયાદ ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા મહિલા ઓપનમાં સાબરકાંઠા હિંમતનગરના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ની દિકરીઓએ જિલ્લા માટે બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોંઝ જીતી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ની સાત દિકરીઓએ એથ્લેટિક્સમાં વિવિધ રમતોમાં ખુબ જ સારુ પ્રદર્શન કરી સાબરકાંઠા અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
આ સ્પર્ધામાં રાજ્યના ૧૫૦ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દોડ, લાંબી કુદ, હડલ દોડ, રીલે દોડ જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાં જાડા રિંકલે ૩૦૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને ૧૫૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ, જારુ જાગૃતિએ ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ, રામ પ્રેમ લતાને સિલ્વર મેડલ, અંબારીયા ક્રિણ્નાએ ૮૦૦ મીટર દોડમાં સિલ્વર અને ૧૫૦૦ મીટર દોડમાં બ્રોંઝ મેડલ, જેવલિન થ્રોમાં ગામીત ઉર્વશીએ સિલ્વર મેડલ એમ કુલ સાત મેડલ જીતી જિલ્લાનું નામ રોશન કરવાની સાથે માતા-પિતાનું નામ રોશન કર્યું હતું. આ દિકરીઓને વહિવટી તંત્ર દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા








