
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડના સાપુતારા ખાતે આવેલ વિસામોના બંધ મકાનનાં રૂમમાંથી એક અજાણ્યા પુરુષ ઉંમર આશરે 35 થી 40 વર્ષ હોય જેની રહસ્મય હાલતમાં લાશ મળી આવી હતી.જે અંગેની જાણ પોલીસને કરાતા સાપુતારા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.ત્યારે સાપુતારા પોલીસની ટીમે ઘટના સ્થળે પોહચી તપાસ કરતા કોઈક અજાણ્યો પુરુષ મકાનનાં રૂમમાં બહારથી આવી કોઇ અગમ્ય કારણોસર લોખંડની એંગલમાં નાયલોનનુ દોરડુ બાધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.જે બાદ તેની લાશ સડી ગયેલ (ડી-કમ્પોઝ) સુકાઇ ગયેલ હાલતમાં ભોય તળીયા ઉપર શરીરથી માથાનો ભાગ ખોપડી) છુટી પડેલ હાલતમાં લાશ મળી આવેલ છે.મરણ જનાર શરીરે મજબૂત બાધાનો અને શરીરે નેવી બ્લુ કલરનું ચેકસ ડિઝાઈન વાળુ લાંબી બાયનું શર્ટ તથા કમરે ડાર્ક બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે.તથા ઊંચાઈ આશરે 5 ફૂટ 6 ઈંચ જેટલી છે.મરણ જનારની લાશ પાસે બ્લુ કલરનાં ચપલ મળી આવેલ છે.તેમજ લાશની ઓળખાણ કરવા માટે સાપુતારા પોલીસ મથકનો સંપર્ક ન.02631 237233,ડાંગ આહવા કન્ટ્રોલ ન.02631(220322)(220658),તથા પો.સ.ઈ સાપુતારા મો.ન.9712908436/9313453044 પર સંપર્ક કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે…





