સુરેન્દ્રનગર સબ જેલમાં ગટરની કુંડીમાંથી છ મોબાઇલ ફોન મળી આવ્યા હતાં.
અમદાવાદની ટીમે કરેલી તપાસમાં પ્રતિબંધીત વસ્તુ મળી, મોબાઇલ FSL તપાસ માટે મોકલાયા હતા.

તા.09/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અમદાવાદની ટીમે કરેલી તપાસમાં પ્રતિબંધીત વસ્તુ મળી, મોબાઇલ FSL તપાસ માટે મોકલાયા હતા.

સુરેન્દ્રનગર શહેરની સબ જેલ અવારનવાર વિભાગમાં આવી છે અને અનેકવાર અનેક પ્રકારની આવી વસ્તુઓ જેલમાંથી મળી આવી છે ત્યારે પ્રજાજનોમાં એક સવાલ ઉત્પન્ન થાય છે કે જ્યાં જેલમાં જો સામાન્ય રીતે કોઈ કેદીને મળવું હોય તો પણ મુસીબત ભર્યું ગણવામાં આવે છે અને કેદીઓને મુલાકાત કરવામાં પણ કેટલીક વખત નથી પણ મળવા દેતા તેવા પણ અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે ત્યારે જેલમાં આવી વસ્તુઓ મળે છે ત્યારે ખરેખર કોની ઉપર ફરિયાદ કરવી જોઈએ એ પણ એક પ્રશ્ર્ન ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જેલમાં અંદર ચોક્કસ તમામ પ્રકારની સુવિધાઓ સંપૂર્ણપણે મળતી હોવાનું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે અને આવી પ્રતિબંધિત વસ્તુઓ પણ જેલમાં જતી હોવાની અનેક વાર અનેક વખત વિગતો બહાર આવી છે અને ગમે ત્યારે બહારના અધિકારીઓ જ આવીને જેલમાં ચેકિંગ કરી અને રેડ પાડતા હોય છે ત્યારે જ ખાસ કરીને આવી વસ્તુઓ સામે આવતી હોય છે પરંતુ સુરેન્દ્રનગર શહેરના અધિકારીઓને ક્યારે તેમને જેલમાં ચેકિંગ કર્યું હોય અને આવી વસ્તુઓ પ્રાપ્ત થઈ હોય તેવો કદાચ એક પણ કેસ ધ્યાનમાં નહીં આવ્યો હોય તેવું પણ લોકોમાં હાલમાં ચર્ચા રહ્યું છે હાલમાં તો સુરેન્દ્રનગર શહેરની સબ જેલમાંથી પ્રતિબંધિત અને મોટામાં મોટો ગુનો સાબિત થઈ રહ્યો છે કે જેલમાંથી છ મોબાઇલ અને એ પણ ગટરની કુંડીની અંદર તપાસ હાથ ધરવામાં આવતા મળ્યા છે ત્યારે કેટલી ગંભીરતા સામે આવી છે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે હવે કોની ઉપર કેવા પ્રકારની પગલાં લેવામાં આવે છે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સુરેન્દ્રનગર સબજેલમાં અમદાવાદની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં બેરેક પાસે ગટરમાં કુંડીની અંદર તપાસ કરતા છ મોબાઇલ મળ્યા હતા આથી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ હતી જ્યારે મોબાઇલ એફએસએલ તપાસ માટે મોકલાયા હતા સુરેન્દ્રનગર સબ જેલમાં અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટી કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ ટીમ તપાસ હાથ ધરાઈ હતી જેમાં ઇનચાર્જ સબજેલર સી.એચ. વાઘમારેને સાથે રાખી જેલમાં ચકાસણી હાથ ધરાઈ હતી દરમિયાન જેલની પૂર્વ અને દક્ષિણ દિશા તરફની મુખ્ય દીવાલના ખૂણા બાજુમાં આવેલી બેરેકની તપાસ કરાઇ હતી જેમાં બેરેક નંબર 1 અને 2 – એની પાછળ બાજુ ખૂણા પાસે આઉટ બેરેકની બાજુની ગટરની 2 કુંડીમાંથી બેરેક બાજુથી પ્રથમ ગટરની કુંડીની અંદર પાણીમાંથી ત્રણ મોબાઇલ મળ્યા હતા બીજી કુંડીમાંથી તપાસમાં બીજા ત્રણ મોબાઇલ મળ્યા હતા આથી આરોપીઓને મોબાઇલ કોના છે તેની પૂછપરછ કરતા કોઇએ કબૂલ્યુ ન હતું તમામ મોબાઇલ કુંડીના પાણીમાંથી મળતા બંધ હાલતમાં હતા આથી છ મોબાઇલ કિંમત રૂ.600 મળી આવ્યા હતા તે જપ્ત કરી એફએસએલ ચકાસણીમાં મોકલી અપાયા છે જ્યારે આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે ત્યારે એફએસએલ રિપોર્ટમાં આ મોબાઇલ ફોન કયા કયા આરોપીઓએ ઉપયોગ કર્યો છે કે કેમ, ફોનનો ગુનાહિત પ્રવૃતિમાં ઉપયોગ થયો છે કે કેમ, પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં આવી કેવી રીતે આવી તે પહોચાડવામાં જેલ ખાતાના કોઇ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ સહિત તપાસ કરવામાં આવશે.





