BANASKANTHAGUJARATPALANPUR

શ્રી નાગરિક મંડળ સંચાલિત શ્રી મીરાદાતાર સર્વોદય વિદ્યાલય દ્વારા વિધાનસભાની મુલાકાત ગોઠવાઈ

22 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સર્વોદય વિદ્યાલય દ્વારા વિધાનસભા ની મુલાકાત ગોઠવાઈ જેમાં શાળાની 96 વિદ્યાર્થીનીઓ અને 6 શિક્ષકો મળી કુલ102 ની પેપર લેસ ડિજિટલ વિધાનસભાની પ્રત્યક્ષ મુલાકાત કરાઈ.જેમાં વિધાનસભાની માહિતી ઊંઝા ધારાસભ્યશ્રી દ્વારા બાળકો સાથે વાર્તાલાપ કરી અપાઈ હતી.ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી ટિફિન લાવી અન્ય વિદ્યાર્થીનીઓ સાથે બેસી ,જમી સામાજિક સમરસતા તેમજ ભારતીય સંસ્કૃતિની ઓળખ આપી હતી.મહાત્મા મંદિરમાં ગાંધીજીના જીવન કવન અંગે ડિજિટલ હેડફોન દ્વારા માહિતી મેળવી હતી.તેમજ આ સમગ્ર પર્યટન સરકારી એસ.ટી.બસમાં કરી સરકારી સેવાનો લાભ લીધો હતો.આ શૈક્ષણિક મુલાકાતને સફળ બનાવવા બદલ સંચાલક મંડળના મંત્રીશ્રી,પ્રમુખશ્રી,કારોબારી સદશ્યશ્રીઓએ તેમજ વાલીગણે આચાર્યશ્રી અને શિક્ષકગણને બિરદાવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button