DAHOD

ઝાલોદ નગરમાં માઁ ખોડીયારના જન્મોત્સવની માઈ ભક્તો દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી 

Ta. 30.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

 

ઝાલોદ નગરમાં માઁ ખોડીયારના જન્મોત્સવની માઈ ભક્તો દ્વારા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી

ભવ્ય ભજન સંધ્યા, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માઁ ખોડિયારના જન્મોત્સવ નિમિત્તે માઈ ભક્તો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી ઝરમર વરસાદ કરી ગગનમાંથી દેવતાઓ દ્વારા પણ માઁ ખોડિયારના જન્મોત્સવને વધાવી લીધો

ઝાલોદ નગરમાં આજરોજ 28-01-2023 રવિવારના રોજ ખોડિયાર માતાના મંદિરે માઈ ભક્તો દ્વારા માતાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માઁ ખોડિયારના ભક્તો સવારથી જ માઁ ખોડિયારના મંદિરે દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

ઝાલોદ નગરમાં તળાવના કિનારે આવેલું વર્ષો જૂનું માઁ ખોડિયારનું મંદિર નગરના ભક્તોમાં અનેરી આસ્થા સાથે સંકળાયેલુ છે. માઁ ખોડિયારના મંદિરમા જઇ માઁ ખોડિયારના દર્શન કરતા ભક્તોના મનમાં અનેરી શાંતિ ઉદ્ભવ થાય છે. માતાના મંદિરમાં બેસી માઁ નું ધ્યાન ધરવાથી માઁ ખોડિયાર સહુના દુખ હરી લે છે. માઁ ખોડિયારના મંદિરે માઁ નાં દર્શન કરવાથી માઁ ખોડિયાર સહુ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવો દ્રઢ વિશ્વાસ માઈ ભક્તોનો છે.

માઁ ખોડિયારનાં મંદિરને રોશની અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. માઁ ખોડિયારનું મંદિરનું દ્રશ્ય અલૌકિક લાગતું હતું. વરસાદનાં ઝરમર છાંટા વરસાવી દેવતાઓ દ્વારા માઁ જગત જનની ખોડિયારનાં જન્મોત્સવનું સ્વાગત કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું.

સાંજે માઁ ખોડિયારના ભક્તો દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન મંદિરે કરવામાં આવ્યું હતું આ ભજન સંધ્યામાં માઁ ખોડિયારમાં આસ્થા તેમજ શ્રદ્ધા ધરાવનાર ભક્તો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા.તેમજ ભવ્ય ભજન સાથે ગરબાનો માહોલ પણ મંદિરમાં જામ્યો હતો. દરેક માઈ ભક્તો ગરબે ઘૂમ્યા હતા. ત્યાર બાદ મંદિરના પુજારી દ્વારા માઁ ખોડિયારના જન્મદિવસ નિમિત્તે કેક કાપી માતાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ચોકલેટ વહેંચણી કરી માઈ ખોડિયારના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાઆરતી પણ કરવામાં આવી હતી.આખું ખોડિયાર માતાનું મંદિર માતાના જય જય કાર સાથે ગુંજી ઉઠયું હતું.

સાંજે ૫ વાગ્યાથી માઁ ખોડિયાર સમિતિ દ્વારા ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટા પ્રમાણમાં નગરના ભક્તોએ મહાપ્રસાદી નો લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button