
વિજાપુર ઇન્સ્ટેગ્રામ માં હથિયાર બતાવી ને વીડિઓ વાઇરલ કરતા યુવક સામે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના યુવકને ટીબી વિસ્તારમાં ઉભેલી પોલીસ અને પોતે છરો લઈને બનાવેલો વીડિઓ વાઇરલ કરતા ભારી પડ્યો પોલીસે યુવક સામે સરકાર ના પરિપત્ર મુજબ હથિયાર બંધી જાહેરનામા નો ભંગ અંતર્ગત ગુનો નોંધી યુવકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે આ અંગે મળેલી હકીકત મૂજબ ટીબી વિસ્તારમાં આશિષ ઝાલા નામના યુવકે બાઇક ઉપર બેસીને ઉભેલી પોલીસ પણ દેખાય તેવી રીતે જાહેરમાં ખીસ્સા માંથી છરો કાઢતો વિડિયો વાઇરલ ઈન્સ્ટાગ્રામ પર બનાવ્યો હતો ને રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર મુક્યો હતો જોકે વીડિઓ એક દિવસ અગાઉ બનાવ્યો હતો સ્થાનીક પોલીસ ને વાઇરલ થયેલા વીડિઓ ની જાણ થતાં તેની માહિતી મેળવી હથિયાર બંધી તેમજ જાહેરનામાનો ભંગ કરતા યુવકની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે