BHUJGUJARATKUTCH

Kutch : વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ – ૨૦૨૩ વાઈબ્રન્ટ કચ્છ સમિટના આયોજનથી કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે : જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા

૨૭-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

કચ્છના ઔદ્યોગિક વિકાસમાં વાઈબ્રન્ટ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે: જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા

ભુજ કચ્છ :- વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૨૦ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છ જિલ્લાકક્ષાની વાઈબ્રન્ટ સમિટનું આયોજન આગામી ૧૦ અને ૧૧ ઓક્ટોબરના રોજ ગાંધીધામ ખાતે થનાર છે. વાઈબ્રન્ટ કચ્છ સમિટના આયોજન અંગેની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક ડૉ. આંબેડકર કન્વેકશન સેન્ટર ગાંધીધામ ખાતે યોજાઈ હતી. વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ સમિટના આયોજન અંગેની સમીક્ષા બેઠકમાં અમલીકરણ અધિકારીશ્રીઓને સંબોધન કરતા જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વાઈબ્રન્ટ કચ્છના આયોજનથી કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી દિશા મળશે. કચ્છના ઔદ્યોગિક વિકાસમાં વાઈબ્રન્ટ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. જિલ્લા કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીશ્રીઓને વાઈબ્રન્ટ કચ્છના સુચારુ આયોજન બાબતે માર્ગદર્શન આપીને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા કલેકટરશ્રીએ કચ્છ વાઈબ્રન્ટ સમિટમાં નોલેજ સેગમેન્ટ, સેમિનાર, ઓપન હાઉસ ડિસ્કશન, પેનલ ડિસ્કશન, આઉટકમ, સ્ટોલની ફાળવણી, ઈવેન્ટ પબ્લિસિટી, સ્ટાર્ટ અપ, એમ.એસ.એમ.ઈ., સરકારી વિભાગોના સ્ટોલ, સ્થાનિક ઔદ્યોગિક એસોસિયેશનની ભાગીદારી વગેરે મહત્વની બાબતો ઉપર ઝીણવટપૂર્વક ચર્ચા કરીને અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સ, ફોકિયા વગેરેના સહયોગથી વાઈબ્રન્ટ કચ્છ સમિટને સફળ બનાવવા જિલ્લા કલેકટરશ્રીએ અમલીકરણ અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ‌ સાથે બેઠક યોજીને વાઈબ્રન્ટ કચ્છના સફળ આયોજન બાબતે ચર્ચા વિચારણા કરી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, ડીઆરડીએ નિયામકશ્રી આર.કે.ઓઝા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી આશિષ અસારી, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, કંડલા પોર્ટના ઉચ્ચ અધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button