BANASKANTHAGUJARATPALANPUR

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિન નિમિત્તે જીવદયા વાત્સલ્ય ધામ ખાતે એજયુફન ફાઉન્ડેશન દ્વારા 73 વૃક્ષો વાવીને ઉજવવામાં આવ્યો

20 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ધાનેરામાં ઘાયલ અને બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે હોસ્પિટલ અને શેલ્ટર હાઉસ જે જીવદયા વાત્સલ્ય ધામ થી ઓળખાય છે, જ્યાં ઘાયલ અને બીમાર અબોલ જીવોની સારવાર કરવામાં આવી રહી છે અને ત્યાં દેશી 1111 કુળના વૃક્ષોનું પીપળ વન નિર્માણ પામી રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે જીવદયા વાત્સલ્ય ધામ પીપળ વન ખાતે પ્રકૃતિનું સંરક્ષણ થાય એ માટે દેશી કુળના 73 વૃક્ષો વાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ જાતના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે એજ્યુફન ફાઉન્ડેશનના પ્રમુખ પારસભાઇ સોનીએ જણાવ્યું કે નરેન્દ્રભાઇ મોદી પોતાના કાર્યકાળ દરમિયાન ભૌતિક વિકાસની સાથે સાથે પ્રકૃતિ સંરક્ષણ માટે યોગ્ય કાયદાઓ બનાવે અને ભારત વિશ્વમાં યુગદ્વષ્ટા બને એવી અમે વૃક્ષો વાવીને પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી એ છીએ. ધાનેરાના સેવાભાવી ડો. મુકેશભાઈ ગુર્જર, પ્રતાપભાઈ ગલચર, વિક્રમભાઈ સેન, પ્રકાશભાઈ અને જીવદયા વાત્સલ્ય ધામની ટીમ એ પણ વૃક્ષો વાવીને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરી. વૃક્ષારોપણ કરીને જન્મદિવસની ઉજવણી કરવા બદલ બેલ્જિયમથી કિશોરભાઈ (જીવદયા)એ પણ જીવદયા ટીમને શુભકામનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધાનેરાના પર્યાવરણ પ્રેમીઓ પણ લોકો અને બાળકો જોડાયા અને પ્રકૃતિનું સંરક્ષણ કરવાના સંકલ્પ લીધા હતા.

[wptube id="1252022"]
Back to top button