
અયોધ્યામા ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા લઈ ગુજરાત સહિત લાખણી તાલુકો રામ ના રંગે રંગાઈ ગયો હતો ઠેર ઠેર નીકળેલી શોભાયાત્રા ઓ મા જય શ્રી રામ ના નારાઓ થી ગગન ગુજી ઉઠ્યું હતું ત્યારે વાસણા ના ગોગાપુરા વિસ્તાર ના લોકો ઉમંગ અને ઉત્સાહ થી પ્રથમ દિવશે શોભાયાત્રા મા ઉમટી પડ્યા હતા 500 વર્ષ ની પ્રતિક્ષા બાદ ભગવાન શ્રી રામ નિજ મંદિર મા થતા વાસણા ગામ સહિત ગોગાપુરા વિસ્તાર ના લોકો એ જીવંત પ્રસારણ નિહાળવા આ ઐતિહાસિક ક્ષણ ના સાક્ષી બન્યા હતા ગોગાપુરા ના આયોજકો દ્વારા વિસ્તાર ગોગાપુરા મા આવેલ ભવ્ય મંદીર આહપાળ ગોગાના મંદીરે સુદર આયોજન કરી સમુહમાં ભોજન સમારંભ નુ આયોજન કરવા મા આવ્યું હતુ સતત સાત દિવસ દરોજજ સાજે રામ ધુન અને ભજન સત્સંગ નો કાર્યક્રમ કર્યો હતો અને ભગવાન શ્રી રામ ના પ્રતિષ્ઠા મહોત્સવ ના દિવશે સાંજે 1151 દિવડા પ્રગટાવી હર્ષોલ્લાસથી અને આતશબાજી થી ઉજવણી કરી હતી જેમા વિસ્તાર ગોગાપુરા ના લોકો ઐતિહાસિક ક્ષણ ના સાક્ષી બન્યા હતા





