રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બાળકીઓ દ્વારા જિલ્લા પંચાયતનું સંચાલન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બાળકીઓ દ્વારા જિલ્લા પંચાયતનું સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા સમાહર્તા સહિત જિલ્લા વિકાસ અધિકારી તેમજ ચૂંટાયેલી પાંખ ખાસ હાજર રહી હતી તેમજ બાળકીઓને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો…
ભારતનો પ્રતિવર્ષ 24મી જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેની શરૂઆત 2008 થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત આ વખતેે16 માં રાષ્ટ્રીય બાલિકા દિવસ ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બાલિકાઓ દ્વારા સમગ્ર જિલ્લા પંચાયતનું કામકાજ કરાયું હતું જેમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર સહિત જીલ્લા વિકાસ અધિકારી ચૂંટાયેલી પાંખ હાજર રહી હતી તેમજ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકીઓએ જિલ્લા પંચાયતમાં થતી કામગીરી ની જાણકારી પણ આપવામાં આવી હતી આ તબક્કે તમામ ભાગીદાર બનેલી બાલિકાઓએ વહીવટી તંત્ર સહિત ચૂંટાયેલી પાંખની કામગીરી તેમજ સામાન્ય લોકો દ્વારા કરાયેલી વિવિધ રજૂઆતોને કેવી રીતે જિલ્લા પ્રશાસન સહિત ઉચ્ચ કક્ષાએ કામગીરી થાય છે તેની જાણકારી મેળવી હતી…
જયંતિ પરમાર સાબરકાંઠા








