GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં એગ્રીકલ્ચર મલ્ચિંગ ફિલ્મ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રીની મુલાકાત લીધી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢમાં એગ્રીકલ્ચર મલ્ચિંગ ફિલ્મ પ્રોડક્શન ઈન્ડસ્ટ્રીની મુલાકાત લીધી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢના જીઆઇડીસી-૨ વિસ્તારમાં આવેલા પાર્થ પોલી વુવેન પ્રા.લી.ના પ્લાન્ટની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ભરતભાઈ સીરોયાએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રીએ વિવિઘ પ્લાન્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે મલ્ચિંગ પદ્ધતિ ઘણી ઉપયોગી બને છે. મલ્ચિંગને લીધે જમીનમાં ભેજ સચવાયેલો રહે છે તેમજ ઉપર કવર હોવાના લીધે નિંદામણ થતું નથી. પ્રાકૃતિક ખેતીમાં અળસીયા મહત્વના છે. મલ્ચિંગ પદ્ધતિમાં અળસિયાની સંખ્યા પ્રમાણમાં વધારે રહે છે. મલ્ચિંગ માટે સરકાર દ્વારા પણ સબસીડી આપવામાં આવે છે.
[wptube id="1252022"]





