
રાજપારડી ભદાલી ગામને જોડતા માર્ગનુ ધારાસભ્યના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું સ્થાનિકોની વર્ષોજુની સમસ્યાનો હવે અંત આવશે

ધારાસભ્ય રીતેશ વસાવાના પ્રયાસોથી વર્ષો પછી રસ્તો મંજૂર થતાં ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો..
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીમાં આવતો ભદાલી ગામ નદી પાર હોવાથી રહીશો વર્ષોથી ગામની બહાર અવર જવર કરવા માટે નદી પસાર કરીને અવરજવર કરતા હતા અને ચોમાસામાં કાદવ કીચડમાં કારણે સ્થાનિકોને વધુ તકલીફ પડતી હતી,મહિલાઓને પ્રસ્તુતિ માટે લઈ જવી તેમજ બાળકોને અભ્યાસ માટે શાળાએ જવામાં ખુબજ મુશ્કેલીઓ પડતી હતી તેમજ ધંધા – રોજગાર માટે જતા લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો માટે રાજપારડી અને ભદાલીને જોડતો રસ્તો બનાવવા માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવતી હતી પરંતુ કોઈ નિરાકરણ આવતો ના હતું ,રાજપારડી સરપંચના જણાવ્યા અનુસાર નવા ધારાસભ્ય રીતેશ વસાવાએ રજૂઆત કરતા દેશ આઝાદ થયાના વર્ષો બાદ પ્રથમ વખત આ રસ્તાનું ખાત મુહર્ત કરવામાં આવ્યું છે.આ સમસ્યાનું નિરાકરણ ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના પ્રયાસોથી રસ્તો મંજૂર કરવામાં આવ્યો બાદ આજ રોજ ધારાસભ્યના હસ્તે RCC રસ્તાનું ખાત મુહૂર્ત કરવામાં આવતા સ્થાનિક રહીશોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પોગ્રામ મા ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા તાલુકા S.O અધિકારી,કડીવાલા ,રાજપારડી પંચાયત સરપંચ કાલિદાસ વસાવા, આગેવાન ઠાકોર વસાવા, નરેન્દ્રસિંહ રાજ, ઈમ્તિયાઝ અલી બાપુ ,પંચાયત સભ્યો,આગેવાનો બહેનો તથા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઈરફાન ખત્રી
રાજપારડી








