
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શ્રી કંટાળું હનુમાનજી મંદિર નવાગામ ખાતે શ્રી રામ ચરિત માનસ પારાયણ રામકથાનો આજથી પ્રારંભ
શ્રી કંટાળું હનુમાનજી મંદિર રામકથા જ્ઞાનયજ્ઞ સમિતિ દ્વારા કંટાળું હનુમાનજી મંદિર નવાગામ ખાતે શ્રી રામ ચરિત માનસ પારાયણ રામકથા નો આજથી પ્રારંભ થયો છે જેમાં સૌ પ્રથમ ઇસરી ખાતે ડો મોતીભાઈ મ પટેલ ના નિવાસ સ્થાન થી પોથીયાત્રા રામ કથા સ્થળ સુધી યોજાઈ હતી અને હનુમાનજી મંદિર માં પોથી ની પૂજા કરી કથાનો પ્રારંભ કરાયો હતો મહુવા નિવાસી પ. પૂ નાનાલાલ રાજ્યગુરુ દ્વારા વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય રામકથાનુ અમૃતપાન કરવાશે જેમાં બીજા દિવસે શિવ વિવાહ, ત્રીજા દિવસે સીતા જન્મ અને રામ જન્મ, ચોથા દિવસે સીતા રામ લગ્ન મહોત્સવ, પાંચમા દિવસે શ્રી રામ પાદુકા પૂજન તેમજ છઠ્ઠા દિવસે સુંદરકાંડ, અને સાતમા દિવસે શ્રી રામેશ્વર સ્થાપના તેમજ આઠમાં દિવસે શ્રી રામ રાજયભિષેક તેમજ નવમાં દિવસે કથા નો વિરામ કરવામાં આવશે અને કથા વિરામ શ્રી કાંતિભાઈ પુંજાભાઈ પટેલ નવાગામ ના નિવાસ સ્થાને પોથી વિરામ થશે અને અંતે છેલ્લા દિવસે મહા પ્રસાદ નુ પણ આયોજન કરવામાં આવ્યું છે