GUJARAT

મુંબઈ થી આશાપુરા માતાના મઢ કચ્છ સુધી જતાં પદયાત્રીઓ અને રથયાત્રાનું વલસાડ જિલ્લામાં આગમન થયું.

અંબાલાલ પટેલ,વલસાડ

ગુજરાત ના કચ્છ ખાતે આવેલ શ્રી આશાપુરા માતાજી નું મંદિર કે જે વિશ્વભરમાં માતાના મઢ તરીકે પ્રખ્યાત છે. ત્યારે નવરાત્રીના પર્વ પર લાખોની સંખ્યામાં ભક્તો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા કરીને આશાપુરા માતાને શીશ ઝુકાવવા જતા હોય છે.જેને લઈને ભક્તોને કોઈ પણ જાતની સમસ્યા ન રહે તેના માટે ખાસ વ્યવસ્થાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.ત્યારે કચ્છ ધનિયાણી આશાપુરા મિત્ર મંડળ મુલુંડ તથા લાકડીયા કચ્છ વાગળ માં આશાપુરા ભક્ત મંડળ ના માઇ ભક્તો દ્વારા પદયાત્રાનો શુભારંભ વિ.સં.૨૦૭૯, શ્રાવણ સુદ અગ્યારશ રવિવારના સવારના ૧૧:૦૦ વાગ્યે માતાજીની આરતી કરી કુમારીકા દ્વારા તિલક કરી પ્રસ્થાન કરવામાં આવી હતી.૧૦-૦૯-૨૦૨૩ ના રોજ ૧૧ પદયાત્રીઓ માતાજીના રથ સાથે માતા નાં મઢ જવા માટે નીકળ્યા હતાં. ત્યારે વલસાડ જિલ્લાની અંદર ગતરોજ આગમન કર્યું હતું વલસાડ જિલ્લાના ભીલાડ, વાપી, પારડી, વલસાડ, તેમજ ડુંગરી મુકામે કેમ્પમાં તેમની સેવા કરવાનો અવસર વલસાડ વાસીઓને મળ્યો હતો.વલસાડ સરોધી હાઇવે જયેશભાઈ ભાનુશાલીની ફેક્ટરીમાં માતાજીની આરતી કરી સવારે ૧૧:૦૦ કલાકે ચા તેમજ નાસ્તો ગ્રહણ કરીને ડુંગરી રોલા મુકામે નીકળી ગયેલ હતાં.આ પદયાત્રીઓનો સેવાનો લાભ નો અવસર રતનજી રાજપુત, શક્તિસિંહ જાડેજા,જયેશભાઈ ભાનુશાલી, દીપેશભાઈ ભાનુશાલી સહીત કાર્યકર્તાઓને પ્રાપ્ત થયો હતો.ત્યારે ઉલ્લેખનીય છે કે આ પદયાત્રીઓમાં રમેશ ગીરી ગૌસ્વામી ૨૪ વર્ષથી પદયાત્રા કરી આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

[wptube id="1252022"]
Back to top button