
વિજાપુર પાંચપીર દરગાહ પાસે આવેલ મીરા દાતાર બાપુ ના ચિલ્લા ખાતે ઉર્ષની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં આવેલ પાંચપીર ની દરગાહ નજીક આવેલ ગુજરાત ની એકતા ના પ્રતીક મીરા દાતાર બાપુ ના ચિલ્લા મુબારક ખાતે મુસ્લીમ સમોટી સંખ્યામાંમાજના યુવા કાર્યકરો દ્વારા ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચિલ્લા મુબારક ખાતે ઉનાવા ખાતે આવેલ સૈયદ મીરા અલી દાતાર બાપુ ની દિવ્ય જ્યોત પ્રજવલિત કરવામાં આવી હતી તેમજ ચાદરપોશી પણ કરવામાં આવી હતી મુસ્લિમ યુવકો ના દ્વારા નાઅતે પાક નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ ન્યાઝ *પ્રસાદી* નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા દેશ ની રાજ્યની એકતા જળવાઈ રહે તે માટે દુવા *પ્રાર્થના* કરવામાં આવી હતી આ પ્રસંગ નું અયોજન ફારૂક બાવા તેમજ એડવોકેટ મોહમ્મદ હાસીમ તેમજ કલ્લુ ભાઈ નશીર બાબુભાઇ શેખ દ્વારા કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા