NANDODNARMADA

Narmada : જીતગઢ ગામે રાતના અંધારામાં મહિલાએ ખાંસીની દવા સમજી કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી

નાંદોદ તાલુકાના જીતગઢ ગામે રાતના અંધારામાં મહિલાએ ખાંસીની દવા સમજી કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી

 

જુનેદ ખત્રી > રાજપીપળા

 

નાંદોદ તાલુકાના જીતગઢ ગામે રાતના અંધારામાં મહિલાએ ખાંસીની દવા સમજી કપાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લેતાં મહિલાને સારવાર અર્થે હોસ્પિલમાં દાખલ કરવામાં આવી છે

 

પ્રાપ્ત માહિતી મુજબ ભોગબનનાર મહિલા વિલમબેન મુકેશભાઇ વલવી ઉ.વ.૧૮ રહે.ગોપાલપુરા તા.નાંદોદ જીતગઢ ગામે પોતાની દાદીના ઘરે લાઇટ જતા અંધારામાં ખાંસીની દવા સમજી તેની બાજુમાં મુકેલ કપાસમાં છાંટવાની દવા ભુલથી પોતાની જાતે પી જતા તેઓને રાજપીપલા સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લાવતા ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પીટલ વડોદરા ખાતે રીફર કરવામાં આવી છે

[wptube id="1252022"]
Back to top button