
ભારતના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના વિચારોએ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી હતી. લોકો સાથે જોડાવું અને તેમને જોડી લેવા એ બાપુની વિશેષતા હતી. ગાંધી જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત જંબુસર નગરપાલિકા ખાતે ગાંધી જયંતીની ઉજવણી પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહની ઉપસ્થિતિ માં કરી, બાપુ ની છબીને તિલક કરી સુતરની આંટી પહેરાવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે જંબુસર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, નગરપાલિકા સદસ્યો સહિત હાજર રહ્યા હતા..
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





