
૩૦-સપ્ટે.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા કચ્છ :- ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના બેનર હેઠળ સરકારશ્રી ની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના હેઠળ જરૂરતમંદ લોકોને આયુષ્યમાન કાર્ડ નિશુલ્ક બનાવી આપવાની સેવા શરૂ કરવામાં આવી હતી આ સેવાનું શુભારંભમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના પ્રચાર પ્રસાર સંયોજક પ્રાંતના પ્રચારક શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત હાજર રહ્યા હતા અને મુંદરા શાખા ના પ્રમુખ શ્રી પરાગભાઇ સોમપુરા, , મંત્રીશ્રી કેતનભાઈ પ્રજાપતિ, ખજાનચી શ્રી રેનીશભાઈ રાવ, પ્રોજેક્ટ સંયોજક કપિલભાઈ વ્યાસ, મહિલા સંયોજિકા પ્રિયંકાબેન, સહસંયોજિકા મમતાબેન ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આયુષ્યમાન કાર્ડ બનાવી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ દેશના દરેક ગરીબને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે આમાં, હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને 15 દિવસ પછી સુધી, સરકાર હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે. પરિવારના તમામ સભ્યો આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે.આષ્યુમાન કાર્ડ ધરાવતા લોકો દેશની કોઈપણ એ હોસ્પિટલોમાં મફતમાં સારવાર કરાવી શકે છે, જે હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના હેઠળ રજિસ્ટર્ડ છે. દેશભરમાં હાલમાં આશરે 28,215 હોસ્પિટલ રજિસ્ટર્ડ છે, આ યોજના અંતર્ગત પ્રી-હોસ્પિટલાઈઝેશન અને પોસ્ટ હોસ્પિટલાઈઝેશન કવર થાય છે. એટલે કે હોસ્પિટલમાં સારવાર બાદ રજા મળ્યાના 15 દિવસ સુધીનો મેડિકલ ખર્ચ આ યોજનામાં કવર થાય છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા જવાના ભાડા પેટે સહાય પણ આપવામાં આવે છે.આ યોજનામાં પેપરલેશ અને કેસલેશ સારવાર મળે છે, દર્દીઓ કોઈપણ અરજી ફોર્મ ભરવાની જરૂર નથી. તેમજ કોઈપણ ચાર્જ પણ દેવો પડતો નથી. આ કાર્ડ દ્વારા દર્દી દેશના કોઈપણ ખુણામાં જઈને સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકે છે. માન્ય હોસ્પિટલોમાં રજિસ્ટ્રેશન, કન્સલ્ટેશન, સર્જરી, સર્જરી બાદ દવાઓ, લેબોરેટરી રિપોર્ટ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે.આ સેવાકીય પ્રવૃત્તિ ના સંયોજક શ્રી કપિલભાઇ વ્યાસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મુંદરા ના બારોઇ રોડ પર આવેલ શિવમ સ્ટેશનરી ખાતે આ સેવા સંસ્થાના એક કાયમી પ્રકલ્પ તરીકે લોકો માટે શરૂ રહેશે. અને આ સેવાનો લાભ બધા નિશુલ્ક મેળવી શકશે.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિવમ સ્ટેશનરી ના શ્રી જયરાજભાઈ સરવૈયા નો વિશેષ ફાળો રહ્યો હતો અને મંજુલભાઈ ભટ્ટ, તુષારભાઈ શાહ, ડો. કુરેશી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.










