Bharuch : ભારતીય કિસાન સંઘે ભરૂચ કલેક્ટરને જિલ્લાના ગામડાઓમાં પુરથી ખેડુતોને થયેલ નુક્શાનને લઇને આવેદનપત્ર પાઠવ્યું.

ભરૂચ : ભારતીય કિસાન સંઘે ભરૂચ કલેક્ટરને જિલ્લાના ગામડાઓમાં પુરથી ખેડુતોને થયેલ નુક્શાનને લઇને આવેદનપત્ર પાઠવ્યું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૩૦/૦૯/૨૦૨૩
ભરૂચ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે તાજેતરમાં આવેલ પુરના કારણે ખેડુતોના પાકને થયેલ નુકશાનનો તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરી હતી.
આવેનપત્રમાં જણાવ્યું હતું કે ખેડૂતના ઉભા પાકો અને ખેતરમાં આવેલ મોટર, વીજ મીટર અને સ્વાટર નમી ગયેલ વીજ પુલ ના કારણે થયેલ નુકશા. ખેતરમાં ઊગેલ અનાજ/પાકો જેવાકે કપાસ તુવેર શાકભાજી અને અન્ય બીજા પાકો ને પારાવાર ગયેલ નુકશાન. ગામમાં આવેલ ઘર,મકાનો, ની ઘરવખરીઝલ, ફર્નીચર વિગેરેને ગયેલ નુકશાન. ગામમાં દરેક ના ઘરોમાં/ખતરામાં આવેલ પશુ ધન પૂર કારણે કેટલેક પશુઓ મરણ પામેલ છે. અને નદી પૂરમાં તણાઈ ગયેલ છે. પીયાત માટે ખેતરમાં કરેલ ડીપ ઈરીગેશન લાઈન પાણીમાં તળાય થયેલ નુક્શાન બાબતે યોગ્ય પગલાં લેવા જેવા મુદ્દાઓને લઈને રજુઆત કરવામાં આવી.
રાજ્ય સરકારના મુખ્યમંત્રી ને તથા કૃષિ મંત્રીને પણ આવેદનપત્ર પોહચડવાના આવ્યું.
આ તબક્કે ખેડુત આગેવાન કિશોરસિંહ વાંસદિય, ભીખાભાઇ પટેલ, રામદેવ વસાવા,નગીનભાઈ, કેયુભાઈ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાં થી વિશાળ સંખ્યમાં ખેડુતો ઉમટી પડ્યા હતા.









