GUJARAT

બીએપીએસ મંદિર ખાતે તાલુકા કક્ષાનો કક્ષાનો કૃષિ મેળો યોજાયો.

ભારતના વડાપ્રધાન ના આહવાન થકી યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2023 ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે કરેલ. જેની જેની ઉજવણી ના ભાગરૂપે ખેતીવાડી શાખા તાલુકા પંચાયત જંબુસર આયોજિત મિનિટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો કૃષિ મેળો બીએપીએસ મંદિર ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણભાઈ માંડાણી ,પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ ,તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ ,સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતો વધુમાં વધુ બરછાટ ધાન્ય પાકોનું વાવેતર કરતા થાય અને લોકો વધુમાં વધુ એ વાનગીઓ બનાવે બાજરી, જુવાર, રાગી,કાંગ , કોદરો, સામો, સહિતના 25 પ્રકારના ધાન્ય છે. જે અદ્રશ્ય થવાના આરે હતા.પરંતુ આપણા વડાપ્રધાનની દુરદેશી ને કારણે તે હવે જીવંત થશે. ભારત ખેતીપ્રધાન દેશ છે. આપણું આરોગ્ય એ જ સૌથી મોટી સંપત્તિ છે. અને આ ધાન્ય આપણા આરોગ્ય માટે મહત્વનું છે. આ પાકો ઓછા વરસાદમાં વિષમ પરિસ્થિતિમાં થઈ શકે છે. જૈવિક વિવિધતા વધારે છે જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર ની જરૂર પડતી નથી આ પાકનો ચારો પશુ માટે પણ મહત્વનો છે. આ ધાન્યને અપનાવી અપનાવી રોગમુક્ત રહેવા અપીલ કરી હતી. આજના સમયમાં લોકોને જંકફૂડનો ચસ્કો લાગ્યો છે ,વિદેશી આહારથી પડી એ બીમાર ,પોષક અનાજનો કરીએ સ્વીકાર. આ સહિત ખેતીવાડી શાખા જંબુસર દ્વારા સરકારની વિવિધ યોજના સ્માર્ટફોન યોજના, ટ્રેક્ટર માટે સહાય, રોટોવેટર માટે સહાય, કલ્ટીવેટર માટે, ક્ષેત્રીય નિદર્શન સહાય મળી કુલ રૂપિયા એક કરોડ 75 લાખ 6,510 ની સહાય થોડાક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે તથા તથા સોલાર ઝટકા મશીન માટે 147 ધરતી પુત્રોને મંજૂરી પત્રો એનાયત કરાયા.
આ સહિત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ધરતીપુત્રોને જણાવ્યું. આ પ્રાકૃતિક ખેતી એટલે શું પ્રાકૃતિક ખેતી શા માટે કરવી અને તેના લાભ જણાવી આ ખેતીના પંચામૃત જીવામૃત ,બીજામૃત ,આચ્છાદાન, ભેજ ,સહજીવી પાકની સવિસ્તાર માહિતી આપી સમજાવ્યા હતા.
સરદાર કૃષિ મેળામાં તાલુકા અમલીકરણ અધિકારી કે જે વાળા, વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ, તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, કારોબારી અધ્યક્ષ સહિત અગ્રણીઓ ધરતીપુત્રો હાજર રહ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button