વાત્સલ્યમ્ સમાચાર
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો રણછોડસિંહ એસ ચૌહાણ વાવ મો 9974398583
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ભેસાણા ગામમાં એક અદ્ભુત ઘટના

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલ પંખી નાં માળા જેવડું ભેસાનાં ગામ.. જયા હમેશા એક સાધનાની જ્યોત પ્રજ્વલિત જોવા મળે છે…. અને અત્યારે.. સદારામ ગૌ શાળા સેવા આશ્રમ ની સુવાસ પંથક માં ચારે બાજુ ફેલાયેલી જોવા મળે છે.. ત્યારે ગૌ શાળા માં સેવા પરમો ધર્મ નો નારો જેમનાં મુખે ગુંજતો.. એવાં આશ્રમનું એક દિવ્ય પ્રકાશ એટલે રમાંબેન જેમણે એક દિવ્ય ગામ ભેસાના ને દુનિયાં માં જાણીતું કર્યુ.. જ્યારે હમણાં થોડાં દિવસ પહેલા જ રમાંબેન દેવ લોક પામ્યા.. ત્યારે ચારેકોર માનવના હૈયા ભરાઈ ગયા અને માણસો ચોધાર આંસુડે રડ્યા છે.. જ્યારે માનવ તો એક બાજૂ જ્યારે રમાબેન ના સમાચાર સાંભળી મુગુ જાનવર એટલે કપિરાજ સાંજ અને સવાર રમાબેનના ફોટા આગળ આવી પોતાનાં આસુ પાડતો કારણ કે એમનાં માટે રમાબેન નોતા પણ એક માં હતી અને એમના વિયોગમાં અગિયાર દિવસ સુધી અન્ન જળ નો ત્યાગ કરી આજે કપિરાજ પણ દેવલોક પામ્યા.. ઈશ્વરનું સર્જન અને મુગા પશુ નો માનવ પ્રેમ આ વાતની સાક્ષી પૂરે છે.. આ કરુણ દૃશ્ય બનાસનો એક નવો ઇતિહાસ બનશે.. એક માનવ જ એવો છે જે સ્વાર્થ માટે સબંધ બાંધે છે પણ આજે આ મૂંગા જાનવર નો કરુણ પ્રેમ દુનિયાં સમક્ષ હાજર છે ત્યારે રમાંબેનની સમાધી ની બાજુમાં કપિરાજ ની પણ સમાધી આપવામાં આવી જે પ્રેમનુ એક અજોડ ઉદાહરણ અને એક નવો ઈતિહાસ રચ્યો છે










