BHUJGUJARATKUTCH

પ્રાથમિક શિક્ષકો માટેની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી

ભુજ તા. ૨૮

ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે ચાણક્ય કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આંતર જિલ્લા પંચાયતમાં જિલ્લાને શ્રેષ્ઠ ખેલાડીઓ પ્રાપ્ત થાય એવા ઉમદા હેતુસર છેલ્લા પંદર વર્ષોથી આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાય છે. આ વખતે તાલુકાના વિવિધ ગૃપોમાંથી ૧૬ ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટની શરૂઆત મિરઝાપરના ગોકુલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવી હતી. કરછ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, જિલ્લાના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં રાજ્યસંઘના મંત્રી વિલાસબા જાડેજાએ ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે ધીરજ ઠક્કર, આચાર્ય સંઘના રણજીતસિંહ જાડેજા, હંસાબા ઝાલા, પુષ્પાબેન વરસાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભિક મેચ ગોરેવાલી અને ભિરંડીયારા ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં ગોરેવાલીનો ૮ રને વિજય થયો હતો. ગૌરવ જોટવાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો જેને ટી શર્ટ આપી સન્માનિત કરવામાં આવેલ.
ટુર્નામેન્ટ માટે ભૂપેશ ગોસ્વામી, હરિભા સોઢા, મીનાબેન ભદ્રા, મયુર ભાનુશાલી, અશોક જાટીયા,ચિંતન જોબનપુત્રા, જીતેન્દ્ર ઠક્કર વગેરેનો આર્થિક સહયોગ સાંપડ્યો છે. સમગ્ર આયોજન તાલુકા શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા અને મહામંત્રી મેહુલ જોષીના માર્ગદર્શન હેઠળ કાંતિ સુથાર, ગણેશ કૉલી, ધવલ ત્રિવેદી, હાર્દિક ત્રિપાઠી, ઉતમ મોતા, જયેન્દ્રસિંહ ઝાલા, ગોરધન વાઘેલા, અનિલ રૂપારેલ, ગિરીશ ચૌહાણ, ઇન્દ્રજીતસિંહ જાડેજા, પ્રવિણ ભદ્રા, લક્ષ્મણ પંડ્યા,હિતેન સોલંકી, દિનેશ દેસાઈ વગેરે સંભાળી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button