
૧૧-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
ભુજ કચ્છ :- અદાણી ફાઉન્ડેશન હેઠળ ચલાવાતા ઉડાન પ્રોજેક્ટમાં ગુજરાતના પ્રવાસન સ્થળો વધારવામાં આવ્યા છે. હવે ઉડાન અંતર્ગત શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓ અગાઉના બિઝનેસ ઉપક્રમો ઉપરાંત ભારતના સૌથી મોટા સોલાર પ્લાન્ટ અને વિન્ડ ટર્બાઈન નિહાળી શકે છે. નવયુવાઓમાં ગ્રીન એનર્જી પ્રત્યે જાગરૂખતા લાવવા આ પ્રયાસ જ્ઞાનવર્ધક અને ઉપયોગી નીવડશે. ઉડાનના સહભાગીઓ હવે અદાણી પોર્ટ, પાવર અને વિલ્મર ફેક્ટરીઝ સહિત અદાણી સોલર અને વિન્ડની પણ મુલાકાત લઈ રહ્યા છે. ભારતના સૌથી મોટા વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલર પ્લાન્ટની મુલાકાત વિદ્યાર્થીઓ માટે અવિસ્મરણીય અનુભવ સમાન છે. અહીં પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જીનું ઉત્પાદન અને તેના ફાયદાઓ વિશે જાણકારી મેળવી શકે છે. અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શીલીન અદાણીએ જણાવ્યું હતું કે “આજના બાળકને ઉજ્વળ ભવિષ્યના ઉંચા સપના જોતા કરવા અદાણી ફાઉન્ડેશન ઉડાન પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. ભારતને વિશ્વગુરૂ બનાવવાનો સંકલ્પ ત્યારે જ પુરો થશે જ્યારે આપણું યુવાધન ઉદ્યમી બનવા સાહસીકતાના ગુણો વિકસાવશે. મને વિશ્વાસ છે કે આ શૈક્ષણિક પ્રવાસ બાદ વિદ્યાર્થીઓ રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર થશે.”મુંદ્રા પોર્ટ ખાતે વિદ્યાર્થીઓને બિઝનેસ મોડેલ્સનો બહેતર અનુભવ કરાવવા વિશેષ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અત્યાધુનિક VR (વર્ચ્યુઅલ રિયાલિટી) લેબ દ્વારા મુંદ્રા પોર્ટ, અદાણી પાવર પ્લાન્ટ અને અદાણી વિલ્મર જેવા બિઝનેસ મોડેલ્સથી વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવે છે. આ કવાયત યુવાઓને ઉજ્વળ ભવિષ્યના સપના જોવા અને વાસ્તવિક જીવનમાં અમલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અદાણી ફાઉન્ડેશનના એક્ઝ. ડિરેક્ટર વસંત ગઢવીએ જણાવ્યું હતું કે “અદાણી ફાઉન્ડેશન હેઠળ કાર્યાન્વિત ઉડાન પ્રોજેક્ટનો ઉદ્દેશ બહોળા વ્યવસાય અને તેની કામગીરીના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને અવનવુ શીખવાની અને કરવાની પ્રેરણા મળે તેવો છે. વિદ્યાર્થીઓ અદ્યતન ઔદ્યોગિક ટેકનોલોજીથી વાકેફ થાય અને ભાવિ કારકિર્દીમાં તેનો ઉપયોગ કરતા થાય તો દેશમાં અનેક નવા ઉદ્યમો અને ઉદ્યમીઓ બનશે.”ગુજરાતભરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી દરરોજ 150 સહભાગીઓ મુંદ્રા ખાતે અદાણી ઉપક્રમોની મુલાકાત લે છે. જેમાં તેઓને અદાણી પોર્ટ, અદાણી પાવર તેમજ મુંદ્રા, હજીરા, દહાણુ, કવાઈ, તિરોડા, ધામરા, કટ્ટુપલ્લી, કૃષ્ણપટ્ટનમ ખાતે અદાણી જૂથની કંપનીઓની મુલાકાત લેવાની તક આપવામાં આવે છે. 2010 માં શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ વ્યવસાયોની મુલાકાત લીધી છે.
અદાણી ફાઉન્ડેશન વિશે: અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,675 ગામડાઓમાં કાર્યરત છે, જે 76 લાખ લોકોને સ્પર્શે છે.










