
19 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી જે સૌથી લાંબા સમય રહેતો તહેવાર છે. જેમાં માતાજીના ગરબા સાથે ભક્તો તેમજ ખેલૈયાઓ ગરબાના તાલેભક્તિના રંગેરંગાય જાય છે. તેવીજ રીતે બનાસકાંઠાના પાલનપુર માં લીલાશાહ મહારાજનની કુટીયા પર જેમાં સિંધી સમાજ ના ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. માઅંબાની આરતી કર્યા બાદ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી.ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાલનપુર સિંધી સમાજ ના પ્રમુખ શ્રી મનુભાઈ ગજનાણી, મહામંત્ર.અનિલભાઈ ગુરનાળી, મહિલા પ્રમુખ ઉષાબેન.કોડવાણી, યુવા પ્રમુખ તરૂણ ભાઈ ગોરાણી, અશોકભાઈ કાકાળી, મિડિયા સેલ વિજય ભાઈ મોતીયાણી, પુરણભાઈ ગુલવાણી, તુલસીભાઈ ટીલાણી યુવા ટીમ મનોજ મોતીયાણી, કેવિન ઈસરાણી, અશોકભાઈ વાસવાણી બાબુગુરનાણી લલીતભાઈ માખીજાણી જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી તથા સમસ્ત કારોબારી સભ્યો એ જહેમત ઉઠાવી.





