BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા આધુનિકતા ની સાથે પરંપરાગત ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

16 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 

બનાસકાંઠામાં ઉત્તર ગુજરાત ની સૌથી મોટી ૩૧૨ બંગલા ધરાવતી સોસાયટી તિરુપતિ રાજનગર સોસાયટીમાં પરંપરાગત રીતે વિશાળ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવમાં પાર્ટી પ્લોટ ને પણ ટક્કર આપે એવું આયોજન તિરુપતિ રાજનગરના રહેશો દ્વારા કરવામાં આવ્યું છે મા અંબાની સર્વે સોસાયટીના સભ્યો ભેગા થઈને આરાધના કરે છે તથા ભારતની પરંપરાઓ જળવાઈ રહે એ માટે પણ સાથે સાથે પ્રયાસો થઈ રહ્યા છે દરરોજ દિવસ અલગ અલગ ડ્રેસ કોડ સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ તમામ નિયમોનું પાલન કરીને બહેન દીકરીઓ ને યોગ્ય સુરક્ષા મળે તે સાથે માં અંબાની આરાધના થાય તેવા પાલનપુરના શ્રેષ્ઠ ગરબા તિરુપતિ રાજનગર સોસાયટીમાં કરવામાં આવેલા છે આ અંગે સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય જણાવ્યું હતું કે માં અંબાના આ પર્વમાં લોકો ઉત્સવ ભેર જોડાય તથા આધુનિકતાની સાથે સાથે ભારતની પરંપરાઓ પણ જળવાઈ એ માટે સોસાયટીના તમામ લોકોનો સાથ લઈને આ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલું છે ગરબા મહોત્સવના આયોજનમાં સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય, મંત્રી યશવંતસિંહ વાઘેલા, ઉત્સવ સમિતિના ચેરમેન અતુલભાઇ રાવલ, મંદિર સમિતિના ચેરમેન જયેશભાઈ પટેલ, મહિલા સમિતિના ચેરમેન અંજુબેન દવે, તથા તમામ સમિતિઓના સભ્યો અને રહીશો દ્વારા તમામ પ્રયાસો કરીને સારામાં સારા નવરાત્રી પરંપરા રીતે થાય તે માટેનો પ્રયત્ન કરી રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button