GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં સંતરામપુર નગરપાલિકા હોલમાં નારી વંદન ઉત્સવ સપ્તાહ બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી હતી

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં સંતરામપુર નગરપાલિકા હોલ ખાતે નારી વંદન ઉત્સવમાં બેટી બચાવો બેટી પઢાવો મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા કિશોરી મેળાનું આયોજન કરાયું હતું તેમાં મહીસાગર 181 ટીમ હાજર રહી હતી.

મહીસાગર જિલ્લામાં સંતરામપુર નગરપાલિકા હોલમાં નારી વંદન ઉત્સવ સપ્તાહ બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી હતી 181 મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર સુતરીયા હેતલબેન દ્વારા કિશોરી મેળામાં પધારેલ દીકરીઓ તથા આગણવાડી કાર્યકરો તથા તેડાગર બહેનોને 181 મહિલા હેલ્પલાઇન ની માહિતી આપેલ ઘરેલુ હિંસા,પડોશીના ઝઘડા, છેડતી , બ્લેકમેઇલ,સાયબર ક્રાઇમ ને લગતી માહિતી આપવામાં આવી હતી. 181 એપ્લિકેશનની વિશેષ માહિતી આપેલ તથા એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 181 ના પેમ્પલેટ નું વિતરણ કર્યું હતું .આવી રીતે બેટી બચાવો બેટી પઢાવો વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button