MEHSANA CITY / TALUKOVIRPUR

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિષેધ દિવસ ઉજવાયો તમાકુ છોડો અંતર્ગત બાળકો વડીલો ને શપથ લેવડાવ્યા

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિષેધ દિવસ ઉજવાયો
તમાકુ છોડો અંતર્ગત બાળકો વડીલો ને શપથ લેવડાવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજ્યમાં તમાકુ સેવન કરનાર લોકોની સંખ્યામાં ઘટાડો થાય તેવા હેતુ સાથે વિજાપુર આરોગ્ય વિભાગ જીલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જુદીજુદી જગ્યાએ અને વિસ્તારમાં તમાકુ નિષેધ અંતર્ગત કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત હોલ તેમજ રેલ્વે ફાટક પાસે આવેલ છાપરા ના શ્રમજીવી ઓને તમાકુ તંદુરસ્તી માટે કેટલી હાનિકારક છે. તે અંગેનો તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ દ્વારા માહીતી પૂરી પાડવામાં આવી હતી તમાકુ ખાવાથી શરીર માં થતા રોગો જેવાકે મોઢાનું કેન્સર તેમજ ફેફસામાં ટીબી હૃદયરોગ મગજનો લકવો જેવી બીમારી થાય છે.તેમજ તમાકુ અધિનિયમ 2003 અંતર્ગત લોકો ને માહિતગાર કર્યા હતા.17 થી 18 વર્ષના બાળકો ને તમાકુ નહીં ખાવા અને તેનાથી દૂર રહેવા શપથ લેવડાવવા માં આવ્યા હતા. માનસિક રીતે ટેવાયેલા શ્રમજીવી પરિવાર ના લોકોને બીડી તમાકુ ગુટકા ના સેવન થી તેઓ દૂર રહે તે માટે તેઓને ડેમો માર્ગદર્શન આપ્યું હતુ આ કાર્યક્રમમાં પિલવાઈ આરોગ્ય વિભાગ તાલુકા અર્બન હેલ્થ વિભાગ સાહિત ના કર્મચારીઓ જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button