
16-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર માં ઉજવાયેલા રમતોત્સવમાં વંચિત સમુદાયના તમામ બાળકોના તરવરાટ અને જુસ્સો અને ખુશીના માહોલમાં એક અનેરો અવસર બની રહ્યો.કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યશ્રીના શાબ્દિક સ્વાગત પછી અદાણી પોર્ટ ના સિક્યુરિટી વિભાગના હેડ નિર્મલ ધાલીવાલ ના હસ્તે મશાલ પ્રજ્વલિત કરી રમતોત્સવ ને ખુલ્લો મુક્યો. રમતોત્સવની શરૂઆત માં નાના બાળકો દ્વારા સ્વાગત નૃત્ય, ડમ્બેલ્સ અને પિરામિડ જેવા કાર્યક્રમ થી શુભારંભ થયો અને પછી શાળામાં દોડ, ઉંચી કૂદ, લાંબી કૂદ, કબડ્ડી, ખોખો જેવી અન્ય ઘણી રમતો થી શાળાનું મેદાન ગુંજી ઉઠ્યું અને આમ શાળામાં ધો. 1 થી 10 ના લગભગ બાળકોએ રમતો માં ભાગ લીધો હતો અને પુરા જુસ્સા ખેલદિલથી રમતો રમ્યા અને શાળાના સ્ટાફગણ ની એકસૂત્રતા થકી સમગ્ર કાર્યક્રમ બહુ જ સરસ રીતે સફળ થયો.શાળામાં વિશેષમાં બહોળી સંખ્યા માં વાલીગણ પણ ઉપસ્થિત રહી બાળકોને પ્રેરિત કાર્ય હતા પણ સવિશેષ એ રહ્યું કે વાલીઓ, ભાઈઓ – બહેનો બધા એ દોડ માં ભાગ લીધો અને પોતાના બાળકોની સામે બાળક બની રમતોમાં સામેલ થયા.શાળાના આ રમતોત્સવ માં AEI મૈના બેન મોઢ તથા આજુબાજુના ગામના સરપંચ શ્રીઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ઉત્સાહિત કરી શાળાની આવી પ્રવૃત્તિઓ ને બિરદાવી હતી.કાર્યક્રમના અંતમાં અધ્યક્ષ સ્થાને થી નિર્મલ ધાલીવાલ એ ઋષિમુનીઓની પરંપરા અને બાળકો ના સર્વાંગી વિકાસ માટે શારીરિક કસરત અને રમતો બહુજ અનિવાર્ય છે એવું જણાવી શાળા સમુદાય ને બિરદાવ્યો હતો.આમ સમગ્ર કાર્યક્રમ શાળાના ડાયરેક્ટર મિતાબા જાડેજા અને આચાર્ય મોહન વાઘેલા ની રાહબરીમાં શિક્ષકોની નિષ્ઠા અને સમર્પણ ભાવના થકી સફળ રહ્યો જેમાં શાળાના તમામ સભ્યો નો સહકાર સાંપડયો હતો.શાળાના પ્રાંગણમાં અન્ય શાળાઓની સહભાગીતામાં યુવાદિનની ઉજવણી ના આરંભે સ્વામી વિવેકાનંદના ગીતથી તથા સ્વામીજીના જીવન કવન અને કાર્યોની ઝાંખી કરાવ્યા બાદ કવીઝ સ્પર્ધાનું આયોજન કર્યું અને પછી રમતોમાં ખો-ખો અને દોડની હરીફાઈ યોજાઈ અને અંતમાં વિજેતા ટીમને ટ્રોફી અને સર્ટીફિકેટ એનાયત કર્યા જેમાં મોટા ભાડિયાની પ્રા. શાળા ની ટીમ ખો-ખો માં વિજેતા રહી અને સંઘડ શાળાના વિદ્યાર્થી દોડમાં પ્રથમ સ્થાન હાસલ કર્યું જેમાં ભદ્રેશ્વર ની કુમાર શાળા (ઉચ્ચ પ્રા. શાળા) પણ સામેલ હતી.આમ યુવાદિનની ઉજવણીમાં શાળાના આચાર્ય ની રાહબરી માં સમગ્ર સ્ટાફ ગણ અને કર્મચારીઓના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.








