

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૪/૦૧/૨૦૨૪
નેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિર ભક્તિધામ અને સહજાનંદ પ્રદેશના સૌ ભક્તો દ્વારા અયોધ્યા ખાતે રામ લલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ને લઇને આત્મીય યુવા રેલીનું આયોજન કરાયું.
ભગવાન શ્રી રામ ની શોભાયાત્રા નેત્રંગ લાલમટોડી હેલિપેડ થી પ.પૂ.ભક્તિવલ્લભ સ્વામીએ ભગવી ઝંડી બતાવી આ બાઈક રેલીને પ્રસ્થાન કરાવી હતી. જે નેત્રંગ ચાર રસ્તા થઈ ને જીનબજાર હાઈસ્કૂલ થી જીન બજાર, જવાહરબજાર થઈ ને નેત્રંગ સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી.
તેમજ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિર ભક્તિધામ ખાતે સાંજે દીપોત્સવ કરી દિવાળીની જેમ ઊજવણી કરવામાં આવી હતી. નેત્રંગ ગામ ભગવામય બની ગયું હતું. ધામધૂમ થી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા ફટાકડા ફોડીને નેત્રંગ નગર માં ફરી ને આખું નેત્રંગ સ્વયંભુ બંધ રહી
યુ હતું.
[wptube id="1252022"]








