GUJARATNAVSARI

નવસારી બસ સ્ટેશન ખાતે સઘન સાફ-સફાઈમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ સહભાગી બન્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
બસ  સ્ટેશને  અધિકારીઓ, કર્મચારીઓ તથા વિધાર્થીઓ સફાઈ ઝુંબેશમાં જોડાઈ શ્રમદાન કર્યું
સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  પૂજ્ય ગાંધીજીના ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને ચરિતાર્થ કરી ‘સ્વચ્છતા હી સેવા- ૨૦૨૩’ ઝુંબેશમાં સક્રિય સહયોગ આપવા સાથે સ્વચ્છ-સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે નવસારીના નાગરિકો  સંકલ્પબદ્ધ છે, ત્યારે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ  સહિત  નવસારી બસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ ,  તેમજ  NSSના વિધાર્થીઓ નવસારી બસ  સ્ટેશન ખાતે સઘન સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા, અને બસ  સ્ટેશન પરિસરની સાફસફાઈ કરી શ્રમદાન કર્યું હતું. નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન ‘નિર્મળ ગુજરાત’ને સાર્થક કરવા માટે રાજ્ય સરકારે બે માસ માટે આ અભિયાનને વધુ આગળ વધાર્યું છે. જેના ભાગરૂપે આજે તા.૧૫મીએ બસ સ્ટેશન તથા રેલ્વે સ્ટેશનની સફાઈ ઝુંબેશ અંતર્ગત જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, નાગરિકોએ શ્રમદાન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button