AHAVADANG

નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શાળા પ્રવેશોત્સવમા ડાંગના ડુંગરા ખુદશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

૨૦મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પુણ્યકાર્યમા રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારની શાળાઓમા નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેદ્રભાઈ ઠાકરે તરફથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર મંત્રી શ્રી દેસાઈ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે કે તા. ૧૨ જૂને સુબીર તાલુકાના ટીંબરથવા ક્લસ્ટરની કાકશાળા, કેશબંધ અને બીલીઆંબા પ્રાથમિક શાળાઓની મુલાકાત લેશે.

અનુક્રમે ૪૭.૨૩, ૫૪.૫૩, અને ૩૯.૮૪ ટકા સ્ત્રી સાક્ષરતા દર ધરાવતી આ શાળાઓમા મંત્રીશ્રીના હસ્તે ધોરણ ૧ અને બાલવાટિકામા પ્રવેશ પામતા બાળકોને પ્રવશે કરાવશે.

બીજા દિવસે એટલે કે, તા.૧૩ ના રોજ મંત્રીશ્રી આહવા તાલુકાના માલેગામ ક્લસ્ટરની નવાગામ અને સાપુતારા પ્રાથમિક શાળા તથા શામગહાન ક્લસ્ટરની બરમ્યાવડ પ્રાથમિક શાળામા ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવશે.

જયારે મંત્રીશ્રી કનુભાઈ  દેસાઈ શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે એટલે કે તા.૧૪ જૂનના રોજ વઘઈ તાલુકાના નડગચોંડ ક્લસ્ટરની લહાન બરડા, નિમ્બારપાડા અને મોટા માળુંગા શાળાઓમા હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, ૨૦મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાણા મંત્રીશ્રી સહિત રાજ્ય કક્ષાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક પધાધિકારીઓ, અધિકારીઓ વિગેરે ૫૦ થી વધુ નિયત રૂટ ઉપર ફરીને નવાગતુંક બાળકોને શાળા પ્રવેતશોવ કરાવી, તેમને પ્રોત્સાહિત કરવા સાથે પ્રજાજનોમાં વ્યાપક લોકચેતના જગાવશે.

[wptube id="1252022"]
Back to top button