BANASKANTHAGUJARATPALANPUR

દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભવ્ય દિવ્યાંગ બી.એસ.એફ રાસ ગરબા ઉજવાયા

10 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દિવ્યાંગ બાળકોના ઉત્થાન માટે કામ કરતી સંસ્થા છે ચાલુ વર્ષે આ સંસ્થા દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ પણ માં અંબાની આરાધના કરી શકે અને નવરાત્રી નો આનંદ માણી શકે એ માટે પાંચમાં દિવ્યાંગ અને બી.એસ.એફ રાસ ગરબા નું આયોજન વિશ્વકર્મા વાડી મહેસાણા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બી.એસ.એફના જવાનો અને તેમના પરિવાર પણ ભાગ લીધો હતો જેમાં સંસ્થા દ્વારા બી.એસ.એફના જવાનોનું પુષ્પ વરસાદથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંસ્થા દ્વારા મહેમાનો દાતાઓ અને લોકગાયકો નો લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં હોલિવૂડના ડાયરેક્ટર અને હીરો એવા મૌલિકભાઈ નાયક ઉપસ્થિત રહી દિવ્યાંગોને આનંદ કરાવ્યો હતો. આ સર્વે નો દિવ્યાંગ ફ્રેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો જીતેન્દ્ર ચૌધરી રામજી ચૌધરી સુનિલ પટેલ સંગીતાબેન દિગંબરભાઈ મહેતા મિત્તલ પરમાર રીપલબેન મહેતા કાંતિલાલ પટેલ કાજલબેન ભરતભાઈ સોલંકી મધુબેન પટેલ કૌશિકભાઈ પટેલ ગોવિંદભાઇ ચૌધરી પ્રકાશભાઈ ચૌધરી લાલજીભાઈ દેસાઈ દ્વારા નામી અનામી સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતૉ

[wptube id="1252022"]
Back to top button