
22 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
માં શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ અને આઠમની પલ્લી હવન નવરાત્રિ એટલે શકિત-ભકિત- આરાધનાનુ પર્વ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબાને ભવાઈ વેશ થકી મા શક્તિ ના ગુણગાન ગવાય છે.તેવા કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરમાં જુનાગામ તળમાં આવેલ અતિ પ્રાચીન રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજી મંદિરમાં આઠમનો હવન અને ધ્વજા રોહણ થરા સ્ટેટમાજી રાજવી પરીવાર દ્વારા કરવામાં આવેલ દિગ્વિરસિંહજી વાઘેલા, પ્રતાપસિંહજી,રવિરાજસિંહજી વાઘેલાના યજમાનપદે યજ્ઞના આચાર્ય ભીખાભાઈ જોષી કાટેડિયા,શાસ્ત્રી રઘુરામભાઈ જોષી સુરાણા હાલ-દિયોદરના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાંર સાથે નવચંડીયજ્ઞ યોજાયો હતો.સ્ટેટમાજી રાજવી પરિવાર દ્વારા માતાજીને ધ્વજા રોહણ કરવામાં આવી હતી.નવરાત્રિના નવેનવ દિવસે ચંદ્રેશ સોની,ભુપેન્દ્રભાઈ સોની, ગૌરાંગ સોની,હર્ષદ સોની ત્રણે મિત્રોના વરદ હસ્તે માતાજીની “આગી” પુરવામાં આવેલ.ત્યારે થરા સ્ટેટમાજી રાજવી પરિવારના હેતકરણસિંહ વાઘેલા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, દેવુભા વાઘેલા યશપાલસિંહ ટી. વાઘેલા, સિદ્ધરાજસિંહ વાઘેલા, પ્રતિપાલ સિંહ વાઘેલા, જયદિપ સિંહ વાઘેલા,વીરભદ્રસિંહ વાઘેલા શિવરાજસિંહ વાઘેલા, મયુરસિંહ વાઘેલા, કૃષ્ણપાલસિંહ વાઘેલા દ્વારા રાત્રે થાળ ધરાવવામાં આવ્યો હતો.માઈ મંડળના પ્રમુખ નિરંજનભાઈ જે.સોની,પુજારી સોમભારથી ગૌસ્વામી, હરીભાઈ સોની, જોઈતાભાઈ એમ.પ્રજાપતિ, ગોવિંદભાઈ એ.પ્રજાપતિ, વગેરે ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.આ અંગે નટવરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું.





