BHUJGUJARATKUTCH

તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કૈલાશનગર ( કોટડા) પ્રાથમિક શાળાની બે (2) કૃતિઓ પ્રથમ સ્થાને.

૨૫.સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર અને મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રેરિત તથા બી.આર.સી ભવન ભુજ અને શ્રીજી એકેડેમી માધાપર આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2023 માં સરકારી અને ખાનગી શાળાઓની કુલ 180 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં 360 બાળ વૈજ્ઞાનિકોએ હાજર રહી પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શનમાં ભુજ તાલુકાના કોટડા(ચ) ગ્રુપ શાળાની કૈલાશનગર પ્રાથમિક શાળાની વિભાગ-1 માં “મેજીકલ ચેર ફોર દિવ્યાંગ” અને વિભાગ -2 માં ડીજીટલ ફાર્મિંગ”-આ બે(2) કૃતિઓ પ્રથમ નંબરે
જાહેર કરવામાં આવેલ. બાળ વૈજ્ઞાનિક મહેશ્વરી દિપક, ભાભોર જયેશ, શ્રવણ સોઢા અને કરણ રબારીને સફળતા પ્રાપ્ત થઈ. તેમને માગદર્શન આપનાર વિજ્ઞાન શિક્ષકશ્રી પ્રકાશગીરી ઝેડ. ગોસ્વામી અને શાળાના આચાર્યશ્રી હરીલાલભાઈ ભાનુશાલીને અભિનંદન પાઠવવામાં આવી રહયા છે. આ માટે સમગ્ર શાળા પરિવારને જિલ્લા તાલુકા પ્રાથમિક અધિકારી, બી.આર.સી.કો.ઑ. ઉપરાંત શિક્ષણ સમાજના પ્રમુખો, ગામના સરપંચ, તમામ સી.આર.સી. દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી સમયમાં આ બંને કૃતિ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં રજૂ કરવા માટે પસંદગી પામેલ છે.

[wptube id="1252022"]
Back to top button