ડી જી દોશી બાલમંદિર ખેમાણાના નાનકડા ભુલકાઓ દ્વારા ગણપતિની વિશિષ્ટ પુજા કરવામાં આવેલ


21 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાનું નામાંકીત ડી.જી દોશી સંકુલમાં આવેલ ડી.જી.દોશી બાલમંદિરમાં નાના નાના બાળકોને અવારનવાર વિધાર્થીઓને પોતાની સુશુપ્ત શક્તિઓ બહાર લાવવા વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ પણ કરાય છે અને બાળપણથી જ ધાર્મિકતાના ગુણ કેળવાય તે માટે બાલમંદિરના શિક્ષિકા પરમાર કામિનીબેન બાળકોને સુંદર સંસ્કાર આપવાની કામગીરી કરે છે દરેક તહેવારથી વાકેફ કરી તેની વિસ્તૃત માહિતી આપી વિશિષ્ટ રીતે ઉજવણી કરાવાય છે. બાલમંદિરમાં ગણેશોત્સવની ઉજવણીનું પણ આયોજન કરાયુ હતુ.બાલમંદિરના તમામ બાળકોની સાથે વિવિધ પાંદડામાંથી ગણેશજી બનાવી બાળકોને પ્રકૃતિ પુજાનો પણ સંદેશ અપાયો હતો.અને ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિની પુજા અર્ચના બાળકો પાસે કરાવાઇ હતી. સાથે જ તહેવાર વિશે સમજાવ્યું હતું.સૌ બાળકોને સુંદર માર્ગદર્શન શિક્ષકાશ્રી કામીનીબેન પરમાર દ્વારા પુરુ પડાયુ હતુ. અવારનવાર બાલમંદિરમાં થતી આવી વિશિષ્ટ ઉજવણી ખરેખર બિરદાવવાલાયક હોય છે.કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્યા શ્રીમતી સુરેખાબેન કે પ્રજાપતિએ શિક્ષકોને અને ભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.









